ગુજરાત

ગોંડલમાં આત્મહત્યા કરનાર યુવકના પરિવારને જીજ્ઞેશ મેવાણી મળ્યા

કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તથા ઋત્વિક મકવાણા કમર કોટડા દોડી જઇ જયેશભાઇના પરીવારને સાંત્વના પાઠવી હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ બનાવને લઈને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે સંવેદનશીલ હોવાનો દાવો કરનારી ભાજપા સરકાર બીન સંવેદનશીલ બની ચુકી છે. લઠ્ઠાકાંડમાં ૬૦થી વધુ મૃત્યુ થયા એ વિધવા બહેનો ના આંસુ લુછવા ની માનવતા પણ સરકારે દાખવી નથી. સરવૈયા પરીવારે તેમના આશાસ્પદ પુત્ર ને ગુમાવ્યો છે કાળી મજુરી કરી ને યુવાન ના માતા-પિતા એ તેને ભણાવ્યો બીન સચિવાલયની નોકરી યુવાનનુ સ્વપ્ન હતું.

પરંતુ ભાજપા સરકાર ના ખરાબ અને ભ્રષ્ટાચારી શાસનમાં પેપરો લીક થયા ક્યારે પરીક્ષા લેવાય ભરતી થાય તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય કોઈ વિકલ્પ નહી હોવાથી ત્રસ્ત બની જયેશભાઇ સરવૈયાએ આત્મહત્યા કરવા મજબુર થવુ પડ્યું. મુખ્યમંત્રીએ આ પરીવારની મુલાકાત લેવી જાેઈએ પરંતુ કમભાગ્યે આમ કરવામા સરકાર ના પ્રતિનિધિઓ નિષ્ફળ ગયા છે. ગુજરાતનો કોઈ પણ બેરોજગાર યુવાન આવુ પગલુ ના ભરે એ જવાબદારી સરકારની છે. જીજ્ઞેશ મેવાણીએ વધુ મા જણાવ્યુ કે અનેક જગ્યાઓ ભરતી નહી થવાથી ખાલી પડી છે. સરકાર તમામ ખાલી જગ્યાઓ પર ભરતી કરે તે આશાસ્પદ યુવાન જયેશભાઇને સાચી શ્રદ્ધાંજલી ગણાશે. કમરકોટડા જીજ્ઞેશ મેવાણી ના કાફલા સાથે ગોંડલ શહેર કોંગ્રેસ ના પ્રમુખ આશિષભાઈ કુંજડીયા, યતિષભાઈ દેસાઈ, દિનેશભાઈ પાતર સહીત આગેવાનો જાેડાયા હતા.

ગોંડલ તાલુકાના કમરકોટડામાં રહેતા યુવાને બેરોજગારીને લઈને હતપ્રત બની કરેલી આત્મહત્યાની ઘટનાના ઘેરા પડઘા રાજ્યભરમાં પડ્યા છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને ઋત્વિક મકવાણાએ કમરકોટડા દોડી જઇ યુવાનના પરીવારને સાંત્વના આપી અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા. કમરકોટડા ગામે ગ્રેજયુએટ થયેલા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ૨૨ વર્ષના યુવાન જયેશભાઇ જીવરાજભાઇ સરવૈયાએ સરકારી નોકરી ન મળતા નિરાશ બની બે દિવસ પહેલા ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

Related Posts