ગુજરાત

સરકારના 10 હજારના આંકડા સામે કોરોના મૃતકના પરીવારજનોની સહાય મેળવવાની અરજી 1.17 લાખ થઈ, કોંગ્રેસ

ગુજરાત વિધાનસભાની અંદર આજે કોરોના મૃત્યુ સહાયને લઈને કોગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી. જેમાં અમિત ચાવડાએ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. પૂર્વ પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, ગુનાહિત વૃતિના કારણે 3 લાખ લોકોના મૃત્યુ થયાની સહાય પરીવારને આપવી પડશે. 

એક બાજુ સરકાર એમ કહે છે કે,  કોરોનાની અંદર 10000 લોકોના મૃત્યુ થયા છે ત્યારે બીજી બાજુ તેની સામે બાળસખા યોજનામાં 27 હજાર સહાય મેળવવાની અરજી આવી છે આ અરજીઓ પૈકીની 20 હજાર અરજીઓ મંજૂર કરી છે જ્યારે 3 હજાર અરજીઓ પ્રાેશેસમાં તેવું તેમણે જણાવ્યું હતું.

આ સાથે જ 10 હજારની વાત કરતા હતા ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોરોના મૃતકના પરીવારજનોની સહાય મેળવવાની અરજી 1.17 લાખ થઈ છે. આ અરજીઓ મંજૂર કરી સહાય ચૂકવવાની શરૂઆત સરકારે કરી છે ત્યારે 10 હજારની જાહેરાતો કરી પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાે છે. આ આંકડા ઓ સામે આવતાની સાથે જ સરકારની આ વાત છતી થઈ છે. તેવું મીડિયા સાથે વાત કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું.  

Related Posts