રાષ્ટ્રીય

ગોંડા: આસારામ આશ્રમમાં ઉભેલી કારમાંથી મળી સગીરાની લાશ, 3 વર્ષથી પિતા ગાયબ

ગોંડાના બહરાઇચ રોડ સ્થિત આસારામ બાપુ આશ્રમમાં એક સગીર યુવતીની લાશ મળી છે. લાશ આશ્રમની અંદર ઘણા દિવસથી ઉભેલી એક કારમાં મળી છે. લાશ મળ્યા બાદ પોલીસ તપાસ કરી રહી છે.

બિમૌર ગામની 15 વર્ષીય સગીરા મંગળવારે ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. શોધખોળ બાદ જ્યારે તેમની તપાસ કરી તો ગુરૂવારે પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. કહેવામાં આવે છે કે શુક્રવાર સવારે ત્રણથી ચાર વાગ્યા વચ્ચે પોલીસે આશ્રમમાંથી શબ જપ્ત કર્યો છે. પંકજ સિંહે જણાવ્યુ કે શબ ઘણુ જૂનું લાગી રહ્યુ હતુ.

આશ્રમમાંથી કેટલાક લોકોની પૂછપરછ માટે પોલીસ લઇ ગઇ

શબ મળ્યા બાદ પોલીસ આશ્રમમાંથી કેટલાક લોકોને ઉઠાવીને પૂછપરછ માટે લઇ ગઇ છે. શબ મળેલી કારમાંથી પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની આસપાસના લોકોની પણ પૂછપરછ કરી રહી છે.

ત્રણ વર્ષથી ગાયબ છે પિતા

યુવતીના પિતા પણ ગત ત્રણ વર્ષથી રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા હતા. પોલીસ તેના વિશે પણ તપાસ કરી રહી છે. આશ્રમમાં તાળુ લગાવી દેવામાં આવ્યુ છે. કોઇને પણ આશ્રમની અંદર જવાની પરવાનગી આપવામાં આવતી નથી.

Related Posts