ધારી તાલુકાના ગોપાલગ્રામની ભક્તિબા ગોપાળદાસ દેસાઈ કન્યા શાળા ખાતે અહીંનાં રાજરાણી ભક્તિલક્ષ્મી ગોપાળદાસ દેસાઈની જન્મ જયંતિ પ્રસંગે તેમની રજવાડી તસવીરનું અનાવરણ ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શંભુભાઈ ખીમાભાઈ વાડદોરિયાના હસ્તે કરવામાં આવ્યું. ઢસા હાલનું ગોપાલગ્રામના પ્રજાવત્સલ ત્યાગી રાજવી પૂ. દરબાર સાહેબના ખભેખભો મિલાવીને જન કલ્યાણના કાર્યો કરનાર સેવામૂર્તિ, સ્વતંત્રતા સેનાની તેમજ કન્યા કેળવણીના હિમાયતી પૂ. ભક્તિબાને અત્રેના દરબાર ગઢ ખાતે સુતરની આંટી પહેરાવી ગામનાં આગેવાનો ચુનીભાઈ ગજેરા, રમણિકભાઈ ઠુમ્મર, દેવરાજભાઈ વાઘેલા, કિર્તી ભટ્ટ, સંજય વાડદોરિયા દ્વારા ભાવાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે કન્યા શાળાનાં આચાર્ય મેધાબેન પંડ્યા શિક્ષકો ઈન્દુબેન રૂપારેલિયા, સીમાબેન ઠાકર, રસીદાબેન સંવટ, મોનિકભાઈ ડોબરિયા ઉપસ્થિત રહ્યાં હતાં. ડૉ. દેવકુભાઈ વાળાએ ભક્તિબાના જીવનના પ્રેરણાદાયક પ્રસંગો કહ્યાં હતાં તેમજ કાર્યક્રમનું સંચાલન દેવેનભાઈ ભટ્ટે કર્યુ હતું તેમ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.
ગોપાલગ્રામના રાજવી સ્વાતંત્ર્ય સેનાની ભક્તિબાની તસવીરનું અનાવરણ કરાયું


















Recent Comments