અમરેલી

ગૌચર ચરી જતા અખલા ગાજરીયું ઘાસ કે કોંગ્રેસીયું જે કહો તે પણ અબોલ જીવો માટે શ્રાપ રૂપ બની રહ્યું છે

દામનગર સર્વત્ર ઊગી નીકળેલ આ ઘાસ ને કોઈ ગાજરીયું ઘાસ કહે કે કોંગ્રેસીયું ઘાસ પણ અબોલ જીવો માટે શ્રાપ રૂપ સાબિત થઈ રહ્યું છે ત્રાબા વરણી ધરતી ઉપર લીલી ચાદર બિચાવ્યા નો ભાસ કરાવતા આ ઘાસ માં પાર્થનિન નામક ઝેરી તત્વ છે અભેટી કૃષિ વૈજ્ઞાનિકો નું તારણ  આ ઘાસ ક્યાં થી આવ્યું ? કેટલા વર્ષ થી વિકરાળ રૂપે ફેલાઈ રહ્યું છે ? તેના વરવા પરિણામ વિશે સરકારી તંત્ર અજાણ છે આ ઘાસ નાશ કરવા વર્ષો સુધી અભિયાનો ચલાવાય તો પણ નાશ થઈ શકે તેમ નથી એટલી વિકરાળ હદે ગૌચર પડતર નદી નાળા ઓના ખુલ્લા પટ રોડ રસ્તા ઓની બંને બાજુ સરકારી સ્કૂલ કચેરી ઓના મેદાન સહિત સર્વત્ર ઊગી નીકળેલ આ ઘાસ ભયંકર રીતે પ્રસરી ગયું છે 

અખાદ્ય આ ઘાસ ને ઘણી જગ્યા એ ગાજરીયું ઘાસ કે કોંગ્રેસીયું ઘાસ કહેવા માં આવે છે તેને દૂર કરવું હવે સરકાર ની એકલા હાથ ની વાત રહી નથી સરકાર તેમજ સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થા નિરંતર સ્વચ્છતા અભિયાન જેમ વર્ષો વર્ષ મુહિમો ચલાવે તો થોડા ઘણા અંશે ઓછું થઈ શકે  ગુજરાત સરકાર ના કુલ બજેટ ના ૨% નાણાં જાહેર જમીન જાળવણી પાછળ વાપરવા ની દર વર્ષે ની ૩૧ માર્ચ ના કાગળ ઉપર જોગવાઈ કરાય છે પણ વાસ્તવ માં વપરાતા હોય તો આવી સ્થિતિ હોય ? ઢોર નિયમન કાયદો સંશોધન કરાય કે તેની પાછળ ખૂબ મોટું બજેટ ફાળવણી  કરી ગૌચર સુધારણા માટે કરોડો ની ગ્રાન્ટ પણ વપરાય છે ક્યાં ? માત્ર લાઠી તાલુકા માં ગૌચર સુધારણા માટે છ કરોડ થી વધુ ની રકમ ફાળવણી કર્યા નું રેકર્ડ ઉપર છે

પણ બે પગાળા અખલા ચરી ગયા  સારી વ્યવસ્થા શક્તિ નું આચરણ કરવા માં ખોટું શું ? સંપૂર્ણ પશુપાલન ઉપર નભતા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા પોલેન્ડ જેવા અનેક દેશો માં પશુ ઓ માટે ની નીતિ ખૂબ સારી છે પ્રોસ્ટિક ઘાસ ઉગાડવા માટે ત્યાં સરકાર વાસ્તવિક રૂપે નાણાં વાપરી રહી છે ત્યારે આપણે ત્યાં ઊલટું થઈ રહ્યું છે ગૌચર સુધારણા ની ગ્રાન્ટ ચરી જવી રાષ્ટ્રીય નેતા દ્વારા કોઈ અભિયાન મુહિમ નો સદેશ અપાય તો માત્ર ફોટા પડાવી વાહ વાહી સિવાય હકીકત લક્ષી કામ ક્યાં કરાય છે ? ઢોર નિયમન સંશોધન પહેલા ગૌચર ના દબાણો ખુલ્લા કરવા જોઈ એ આવા અખાદ્ય ઘાસ વનસ્પતિ ઓ દૂર કરવા જાહેર જમીન જાળવણી પાછળ ફાળવેલ રકમ વાસ્તવિક રૂપે પ્રમાણિક પણે વપરાવી જોઈ એ પ્રોસ્ટિક ઘાસ માટે નિષ્ણાંત કૃષિ વૈજ્ઞાનિક ની સલાહ મુજબ આ ઝેરી ઘાસ દૂર કરવા પ્રત્યન કરવો જોઈ એ  વન્ય પ્રાણી તૃણ ભક્ષી રેવન્યુ વિસ્તાર કે રહેણાંક વિસ્તાર માં કેમ આવી ચડે છે ? કારણ વ્યવસ્થા ઘટી રહી છે તંત્ર એ જાગવાની જરૂર છે રેઢિયાર ઢોર ની સમસ્યા તુરંત ઉકેલાય શકે છે જો સરકાર માં ઈચ્છા શક્તિ હોય તો કોઈ પણ ની શેહ શરમ વગર ગૌચર પડતર ના દબાણો દૂર કરી માત્ર પ્રોસ્ટિક ઘાસ ઉગાડવા નો અભિગમ અપનાવાય તો રેઢિયાર ઢોર નો પ્રશ્ન ઉકેલાય અકસ્માતો થી થતા મૃત્યુ ઘટાડી શકાય જરૂર છે સરકાર ની ઈચ્છા શક્તિ ની 

Follow Me:

Related Posts