અમરેલી

ગ્રામીણ પ્રવાસનને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્પર્ધાનું આયોજન

ગ્રામીણ પ્રવાસનને વેગ આપવા માટે પ્રવાસન ક્ષેત્રમાં ગ્રામ્ય વિસ્તાર તેના વિશિષ્ટ પ્રાકૃતિક અનુભવોને લીધે મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગ્રામ્ય વિસ્તારોનાં માળખાગત હોમ સ્ટે અને ગ્રામ્ય વાતાવરણ એ અગત્યના ઘટકો છે. ગ્રામીણ પર્યટન ક્ષેત્રે ગતિશીલતા લાવવા માટે દેશમાં ગ્રામ્ય પ્રવાસન અને ગ્રામીણ હોમસ્ટેને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા બેસ્ટ રૂરલ હોમસ્ટે કોમ્પીટીશન-૨૦૨૪‘ અને બેસ્ટ ટુરીઝમ વીલેજ કોમ્પીટીશન ૨૦૨૪‘ શરુ કરવામાં આવ્યું છે.

                   આ સ્પર્ધા જિલ્લારાજય લેવલે તથા રાષ્ટ્રીય એમ ત્રણ કક્ષા – તબકકામાં યોજાશે.  સ્પર્ધાની સંપુર્ણ વિગતો તથા ગાઇડલાઇન www.rural.tourism.gov.in પર ઉપલબ્ધ છેજેમાં માપદંડોના આધારે નોંધણી કરાવી શકાશે. આ ક્ષેત્રે કામ કરતા ગ્રામીણ વ્યક્તિઓએ  સ્પર્ધામાં રજિસ્ટ્રેશન (નામાંકન) કરવાનું રહેશેજેની છેલ્લી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૪ છેતેમ અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે. 

Related Posts