ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને લેખિત રજુઆત કરેલ અને તા. ર૭/૧૦/ર૧ ના રોજ મુખ્યમંત્રીશ્રીએ વીસીઈઓની પગાર ધોરણની માંગણીનું નિરાકરણ કરવાની ખાત્રી આપેલ છતા આજે ૮ મહિના થયા પણ હજી આ વીસીઈઓના પડતર પ્રશ્નોનું આ ભાજપ સરકારે નિરાકરણ કરેલ નથી.
ઈ–ગ્રામ વીસીઈને ૧ રૂપીયો પણ પગાર આપવામાં આવતો નથી, અને ગુજરાત રાજયના ૧૩૦૦૦ જેટલા વીસીઈનું શોષણ કરવામાં આવી રહેલ છે, વીસીઈના મુળભુત હકકોનું હનન થઈ રહયું છે, અધિકારીઓ દ્વારા દબાણ આપીને રજાને દિવસે તથા રાત્રે પણ કામ કરાવવામાં આવે છે, કર્મચારીઓનું કામ પણ અમુક સમયે વીસીઈઓ પાસે કરાવવામાં આવે છે.આવી પરિસ્થિતિમાં વીસીઈઓ ઉપર માનસિક તણાવ હેઠળ કામ કરે છે, આટલુ બધુ કામનું ભારણ હોય છતાં આ ભાજપ સરકાર વીસીઈને પગાર–ધોરણ આપવામાં આવતું નથી, તેમજ વીસીઈઓના પડતર પ્રશ્નો (૧) કમિશન પ્રથા બંધ કરીને ફીકસ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે (ર) સરકારશ્રી સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારીઓ જાહેર કરવામાં આવે જેવા પડતર પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ કરવાની માંગ પરેશ ધાનાણીએ કરી છે.
Recent Comments