રાષ્ટ્રીય

ઘી અને ગોળમાંથી આ રીતે બનાવો હેલ્ધી કુલેર, બાળકો માટે છે ખૂબ ફાયદાકારક

મોટાભાગના ગુજરાતીઓને કુલેર ભાવતી હોય છે. કુલેર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે બાળકોને કુલરે ખવડાવો છો તો એના હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. કુલેરમાં ઘી અને ગોળનું પ્રમાણ સારું આવતુ હોવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે અને સાથે-સાથે આખા દિવસની એનર્જી પણ રહે છે. કુલેર ખાવાથી પેટમાં ભાર પડે છે જેથી કરીને જલદી ભૂખ લાગતી નથી. તો જાણી  તમે પણ ઘરે કેવી રીતે કુલેર બનાવશો.

સામગ્રી

ઘી

ગોળ

બાજરીનો લોટ

બનાવવાની રીત

  • કુલેર બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો અને એમાં બાજરીનો લોટ ચાળીને લઇ લો.
  • હવે આ લોટમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરી લો.
  • ત્યારબાદ એમાં ઘી ઉમેરી લો.
  • હવે આ ત્રણેય વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લો.
  • હવે આ મિશ્રણના ગોળ-ગોળ લાડુ બનાવી લો.
  • તો તૈયાર છે કુલેર.
  • આ તમે ભગવાનને પ્રસાદમાં પણ ધરાવી શકો છો.
  • ગોળ, ઘી અને લોટના મિશ્રણને જો તમે બરાબર હલાવશો તો કુલેર એકદમ સ્મુધ થશે.
  • કુલેર બનાવતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે ગોળને ઝીણો સમારીને નાંખવાનો છે. જો તમે ગોળના કટકા કરીને કુલેર બનાવશો તો કુલેર ખાવાની મજા નહિં આવે અને મોંઢામાં ગોળ જ ફરતો રહેશે. આ માટે ગોળને એકદમ ઝીણો સમારીને લો.
  • આ કુલેર તમે ગોળ અને ઘી પહેલા ફેંટીને પછી પણ લોટ ઉમેરીને કુલેર બનાવી શકો છો. જો તમે આ રીતે કુલેર બનાવો છો તો પણ ટેસ્ટમાં એકદમ મસ્ત બને છે.
  • જો તમારા ઘરમાં ગળ્યું વઘારે ભાવતું હોય તો તમે ગોળ વધારે એડ કરી શકો છો.
Follow Me:

Related Posts