ભાવનગર

ઘોઘામાં ભરણ પોષણ કેસના નાંણા ન આપી શકતા યુવકે આત્મહત્યા કરી

ઘોઘા નજીક દરીયા કિનારે આવેલા ગેસ્ટ હાઉસના કંપાઉન્ડમાં વૃક્ષ સાથે લટકી ઘોઘામાં રહેતા એક શ્રમિકે આપઘાત કરી લીધો હતો. જે અંગે ઘોઘા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી. ઘોઘા નજીકના મોરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ અરજણભાઈ ગોહિલ (ઉ.વ.૩૫)એ આજે સવારે ૧૦.૩૫ કલાક વાગ્યાના સમયગાળા દરમિયાન ઘોઘાના દરિયા કિનારે મોટી પીરની દર્ગા પાસે આવેલી ગેસ્ટ હાઉસના કંપાઉન્ડની દિવાલ પાસેના વૃક્ષ સાથે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેની જાણ ઘોઘા પોલીસને થતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી વિગતો પ્રમાણે મૃતક ભરતભાઈના લગ્નને ૧૦ વર્ષ થયાં હતા અને તેમને એક દિકરી હતી અને છેલ્લા પાંચ વર્ષથી તેમના પત્નિએ ભરણપોષણનો કેસ કર્યો હોય જે કેસ ઘોઘા કોર્ટમાં ચાલતો હતો. આ ભરણપોષણની રકમ ભરી શકવાની સ્થિતિના હોય અને આર્થિક સંકડામણ હોય તેના લીધે ગળાફાંસો ખાઈ લીઘો હતો. આ અંગે ઘોઘા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

Related Posts