ચંદ્રયાન ૩ સફળતા પૂર્વક લેન્ડિંગ થતા ભાજપમાં ખુશહાલીસાવરકુંડલા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરી.
ભારતે બુધવારે સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક અવકાશયાનનું લેન્ડિંગ કર્યું, અંદર રોવર સાથેનું લેન્ડર સ્થાનિક સમય મુજબ૬ઃ૦૪ વાગ્યે ચંદ્રની સપાટી પર નીચે પહોંચ્યું. દક્ષિણ ભારતીય શહેર બેંગલુરૂ માં અવકાશયાનનું લેન્ડિંગ નિહાળતા અવકાશ વૈજ્ઞાનિકોમાં હર્ષ અને તાળીઓનો ગડગડાટ થયો.લગભગ ચાર વર્ષ પહેલાંના નિષ્ફળ પ્રયાસ પછી, ભારતે અલ્પ-સંશોધિત દક્ષિણ ધ્રુવ પ્રદેશની નજીક ટચ ડાઉન કરનાર પ્રથમ દેશ બનીનેઈતિહાસ રચ્યો અને ચંદ્ર પર ઉતરાણ હાંસલ કરવામાં યુનાઇટેડ સ્ટેટ્સ, સોવિયેત યુનિયન અને ચીન સાથે જોડાયું.
ચંદ્રયાન ૩ સફળતા પૂર્વક લેન્ડિંગ થતા સાવરકુંડલા ભાજપમાં ખુશહાલીનો માહોલ જોવા મળ્યો હતો.રાષ્ટ્રવાદ સાથે રાષ્ટ્રના તિરંગા અને ભાજપના ઝંડા લઈને સાવરકુંડલા સહિત જિલ્લાભરમાં ઉજવણી કરી.ફટાકડા ની આતિશબાજી વચ્ચે સાવરકુંડલા ભાજપના કાર્યકર્તાઓએ દેશની આન બાન અને શાન સાથે ચંદ્રયાન ૩ ની સફળતાભાજપની સિદ્ધિમાં મોરપીછ સમાન ની વિશિષ્ટ સિદ્ધિ ગણાવી હતી.
Recent Comments