ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૨ મે થી ૦૮ મે સુધી.
મેષ :- સપ્તાહના પ્રારંભમાં નવમા સ્થાને થી દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ધંધાકીય, ઉદ્યોગક્ષેત્ર અને ગૃહ ઉદ્યોગના ધંધામાં આવક સારી રહે. શુક્રનું બીજા સ્થાને ભ્રમણ સારું સાથે અંગત જીવનમાં કહ્ર્ચ વધારે.
બહેનો :- નોકરીયાત વર્ગ અને ગૃહિણી માટે શુભ સમય રહે.
વૃષભ :- ભાગ્ય ભુવનમાં આવી રહેલ ચંદ્ર ધાર્મિક આયોજનને આખરી ઓપ આપવામાં સફળ થશો. તમારામાં સેવાકીય વૃતિનો ભાવ પ્રગટ કરવાનો અવસર મળે. તમારી રાશિનો સ્વામી સ્વગ્રહી બની તમારી રાશિમાં આવતા પત્ની, સ્ત્રીવર્ગથી સારું રહે.
બહેનો :- ભાગ્યની દેવી તમારા ઉપર કૃપા વરસાવે.
મિથુન :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ આવતા પ્રવાસ પર્યટનમાં ખુબ જ સાવચેતી રાખવી. ધંધાકીય આવક બરાબર રહે. પરિવાર માટે વ્યસ્ત રહેવું પડે. શુક્ર બારમાં સ્થાને આવતા મોજ શોખ પાછળ ખર્ચ થાય.
બહેનો :- વાણી ઉપર પૂર્ણ રીતે નિમંત્રણ રાખશો, ધીરજ રાખવી.
કર્ક :- સાતમાં સ્થાને આવી રહેલ ચંદ્ર દામ્પત્ય અને ભાગીદારીમાં સારો રહે. વિચારોની ગડમથલ માંથી હવે બહાર આવી શકો. શુક્રનું લાભ સ્થાને આગમન સ્ત્રી મિત્રોથી લાભ આપી શકે.
બહેનો :- તમારા દરેક વિચારોનું સમાધાન મળતું જણાય.
સિંહ :- છઠા સ્થાને મધ્યાન પછીનું ચંદ્રનું ભ્રમણ આરોગ્યની મુશ્કેલી દુર કરનાર બને. શત્રુજીત બનાવે. મોસાળ પક્ષ તરફી દોડધામ રહેવાની સંભાવના. શુક્રનું દશમાં સ્થાને અનેક સુખ વધારનાર બને.
બહેનો :- જુના રોગોમાંથી મુક્તિ મળતા આનંદ વધે.
કન્યા :- પાંચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આવતા સંતાનો નાં કાર્ય અને મિત્રોના કાર્યમાં રહેવાનું બને. સંબંધોની સાચવણી કરી શકો. શુક્રનું ભાગ્ય ભુવનમાં આગમન દૈવી કાર્યને વેગ આપે.
બહેનો :- જૂની સહેલીઓને મળવાનું થાય, આનંદ વધે.
તુલા:- ચોથા સ્થાને ચંદ્રનું ભ્રમણ સુખ સ્થાનમાં આવતા સ્થાવર અને જંગમ મિલકત સંબંધિત કાર્ય, ખેતીવાડીના કાર્ય પુરા થાય. શુક્ર રાશિનો સ્વામી આઠમા સ્થાને ધન પ્રાપ્તિના યોગ વધારે.
બહેનો :-સુખાકારીના સાધનો, ભૌતિક સગવડોમાં વધારો થાય.
વૃશ્ચિક :- ત્રીજા સ્થાને ચંદ્ર ભાઈ ભાંડુ અને પરદેશ રહેતા સ્વજનોનાં સાથ અને સહકારથી આરંભ કરેલા કાર્ય પૂર્ણતા તરફ લઇ જઈ શકો. શુક્રનું સાતમાં સ્થાને આગમન લગ્ન ઇચ્છુકો માટે શ્રેષ્ઠ સમય રહે.
બહેનો :- ધર્મ તરફની આસ્થા અને શ્રદ્ધામાં વધારો થાય.
ધન :- બીજા સ્થાને આપની રાશિમાંથી વિદાઈ થઇ રહેલ ચંદ્ર પરિવાર આવક ધન સંબંધિત મુશ્કેલી દુર કરવામાં સફળતા મળશે. શુક્રનું છઠા સ્થાને ભ્રમણ જુના રોગોમાં સાવધાની રાખવી જરૂરી.
બહેનો :- પરિવારમાં તમારું સન્માન વધે, યશ પ્રાપ્તિ થાય.
મકર :- આપની રાશિમાં મધ્યન પછી ચંદ્રનું આગમન ઘણા બધા કાર્ય કરાવનાર, મહેનતનું પૂરે પૂરું ફળ આપનાર, ભાગીદારીમાં સારા નિર્ણય આપે. શુક્ર પાંચમે અનેક નવા મિત્રોનો પરિચય વધે.
બહેનો :- વિચારોના વમળો શાંત થતા, હળવા રહી શકો.
કુંભ :- બારમાં સ્થાને આવી રહેલ ચંદ્ર આવક જાવકની સમાનતામાં વધારો ઘટાડો કરે. બિનજરૂરી કરેલ ખર્ચ હવે પસ્તાવો કરાવે. શુક્રનું ચોથા સ્થાને આગમન થશે તો નાણાકીય સમસ્યાઓ દુર થશે.
બહેનો :- કારણ વગરની મુસાફરીથી બચવું પડે.
મીન :- લાભ સ્થાને શનિની રાશિમાં ચંદ્રનું આગમન. જુના મિત્રોને મળવાનો આનંદ, જુના રોકાયેલા નાણા પરત આવવાનો આનંદ વધે. શુક્ર ત્રીજા સ્થાને અચાનાક ભાગ્યોદયની તક લાવતા નસીબ ખુલે.
બહેનો :- સખી, સહેલી, સંતાનો અને મિત્રોથી આનંદ રહે.
વાસ્તુ :- દરરોજ ઘરમાં ઘી, ગુગળ, કપૂર, સુખડનો સંધ્યા સમયે ધૂપ કરવાથી અનેક ઘરના દોષો, બીમારીનો નાશ થાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments