ચાંચ ગામેથી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ. ૧૦,૭૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મરીન પીપાવાવ પોલીસ
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગારની બધી દુર કરવા સારૂ સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ નાઓએ દારૂ તથા જુગારની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોંચ ગોઠવી સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા આપેલ માર્ગદર્શન આધારે મરીન પીપાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી એ.આર.છોવાળા તથા મરીન પીપાવાવ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા નાઇટ રાઉન્ડ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ચાંચ ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂ.૧૦,૭૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
(૧) વિષ્ણુભાઇ છનાભાઇ બારૈયા ઉ.વ- ૩૮ ધંધો- મજુરી રહે. ચાંચ તા- રાજુલા જી- અમરેલી
(૨) વિક્રમભાઇ ગાંડાભાઇ ચૌહાણ ઉ.વ- ૨૪ ધંધો- મજુરી રહે. ચાંચ તા- રાજુલા જી- અમરેલી
(૩) સાવજભાઇ મહેશભાઇ જોળીયા ઉ.વ- ૨૨ ધંધો- મજુરી રહે. ચાંચ તા-રાજુલા જી-અમરેલી
(૪) કમલેશભાઇ વનરાજભાઇ શીયાળ ઉ.વ- ૨૪ ધંધો- મજુરી રહે. ચાંચ તા- રાજુલા જી- અમરેલી
(૫) મહેશભાઇ ભાનુભાઇ ધુંધળવા ઉ.વ- ૨૫ ધંધો- મજુરી રહે. ચાંચ તા- રાજુલા જી- અમરેલી
મળી આવેલ મુદામાલઃ-
રોકડા રૂ.૧૦,૭૧૦/- તથા ગંજીપતાના પાના નંગ- પર કિં.રૂ- ૦૦/- મળી કુલ કિ.રૂ-૧૦,૭૧૦/-
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા.નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ.શ્રી એ.આર.છોવાળા તથા હેડ.કોન્સ. વિક્રમભાઈ ડાભી તથા ઘનશ્યામભાઈ જીંજાળા તથા ઈન્દ્રજીતસિંહ ગોહીલ તથા પો.કોન્સ. અજયભાઇ વાઘેલા તથા સંજયભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments