ચિતલ ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ નિમિતે ઘ્વજારોહણ કરવામા આવ્યું હતું.
ચિતલ ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ નિમિતે ઘ્વજારોહણ કરવામા આવ્યું હતું. ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ એટલે આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ નિમિતે આઝાદી નો અમૃતમહોત્સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના ચિતલ ગામે ગ્રામ પંચાયત, ચિતલ હાઈસ્કૂલ તેમજ અન્ય સંસ્થાઓમાં ભવ્ય રીતે ધ્વજા રોહણ કરવામા આવ્યું. તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની શૈલીમાં સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી ૭૫ મી વર્ષગાંઠની જોશભેર કરવામા આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ પાથર, ગ્રામ પંચાયત સરપંચ નીતાબેન પાથર, ઉપસરપંચ રઘુવીરસિન્હ્ સરવૈયા, રાજુભાઈ ધાનાણી, વેપારી એસોસિએશન પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, મહિલા મોરચાના રંજનબેન બાબરીયા, પ્રવીણભાઈ તેરવાડીયા, દશરથસિંહ સરવૈયા, તાલુકા પંચાયતના મહેશભાઈ બાબરીયા, ઝાલાભાઇ તેમજ ચિતલ હાઈસ્કૂલના આચાર્ય પંકજભાઈ ઉપાધ્યાય તેમજ સમગ્ર સ્ટાફ ચિતલ કુમાર શાળાના આચાર્ય મુક્તાબેન કોટડીયા સહિત શિક્ષક સ્ટાફ તેમજ ગામના અન્ય આગેવાનો હાજર રહી આઝાદીના પર્વની ઉજવણી કરવામા આવી હતી
Recent Comments