fbpx
રાષ્ટ્રીય

ચીનમાં કોરોનાથી ૧૩ હજાર લોકોનાં થયાં મોત, ૮૦ ટકા લોકો સપડાયા

કોરોના વાયરસના એક સમયે જનક કહેવાતા ચીનમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ છે. હાલમાં લહેર ઓછી થઈ થઈ હોવાના દાવાઓ વચ્ચે ચીને કહ્યું છે કે, છેલ્લા અઠવાડિયામાં ૧૩ થી ૧૯ જાન્યુઆરી વચ્ચે હોસ્પિટલોમાં લગભગ ૧૩,૦૦૦ દર્દીઓના મૃત્યુ કોરોનાથી થયા છે. ચોથી લહેરનો સામનો કરી રહેલા ચીનમાં આવનારા દિવસો વધુ ખરાબ હોઈ શકે છે. ચીનએ એક એવો દેશ છે જ્યાંથી માહિતી લીક થવી લગભગ અશક્ય છે. ચીને મોતના આંક પણ જાહેર ન કરવાનો ર્નિણય લીધો તો. ચીનમાં ભારતની જેમ લોકશાહી જેવું છે જ નહીં.

બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ ભવિષ્યમાં આરોગ્ય વિશ્લેષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી લંડનની સંશોધન કંપની એરફિનિટી લિમિટેડએ જણાવ્યું છે કે ૧.૪ અબજના દેશમાં ૨૩ જાન્યુઆરીના અંત સુધીમાં વાયરસનાં મૃત્યુઆંક ચરમસીમા પર આવી શકે છે. આમ છતાં પણ ચીન તેની હરકતોથી બાદ રહ્યુ નહોતું. પરંતુ આ વચ્ચે તેણે હવે મોડા મોડા પણ સ્વીકાર્યુ કે હાલમાં ત્યા ૮૦ ટકા વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના મુખ્ય આરોગ્ય નિષ્ણાત જણાવ્યું હતું કે, ચીનના નવા વર્ષની રજાઓ દરમિયાન લોકોની મોટા પાયે મુસાફરી કરશે જેને કારણે રોગચાળો ફેલાઇ શકે છે. આ સમયે ચીનના લોકો પોતાના સંબંધીઓને મળવા માટે અલગ-અલગ સ્થળોએ જાય છે. જેના કારણે ચેપ વધારે ફેલાઈ શકે છે અને મોતનો આંક પણ વધી શકે છે. ચીનમાંથી હવે ધીમેધીમે રિપોર્ટો જાહેર થઈ રહ્યાં છે. ચીને શુન્ય કોવિડ નીતિ પુર્ણ કરીને ઘણા મોટા ર્નિણયો લીધો છે. તેની સાથે તેણે સ્વીકાર્યુ કે છેલ્લા એક મહિનાથી ૧૨ જાન્યુઆરી સુધીમાં આશરે ૬૦૦૦૦ નાગરિકોના કોરોનાથી મૃત્યુને ભેટ્યા હતા.

જાે કે નિષ્ણાતોનું માનવુ છે કે ચીનના આ આંકડા ખોટા છે. એક ચીની સંસ્થાએ અનુમાન લગાવ્યું છે કે, ચીનમાં નવા વર્ષની રજા દરમિયાન કોરોનાને કારણે દરરોજ હજારો મૃત્યુ થઇ શકે છે. તે દરમિયાન આંકડો ૩૬ હજાર સુધી પહોંચી શકે છે. એ વાત પણ છે કે ચીને એક અઠવાડિયા પહેલા કહ્યું હતું કે ૧૨ જાન્યુઆરી સુધી, હોસ્પિટલોમાં કોરોનાના સંક્રમણના કારણે લગભગ ૬૦ હજાર લોકોના મૃત્યુ થયા હતા. અહેવાલો અનુસાર, ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ ૬૮૧ દર્દીઓના મૃત્યુ થયા છે. આમ ચીનમાં મોતનો આંક દિવસે ને દિવસે વધી રહ્યો છે.

Follow Me:

Related Posts