રાષ્ટ્રીય

ચીફ જસ્ટિસ યુયુ લલિતે સરકારને જસ્ટિસ ચંદ્રચૂડનું નામ મોકલ્યું

જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ દેશના આગામી ચીફ જસ્ટિસ બનશે. હાલના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (ઝ્રત્નૈં) યુયુ લલિતે પોતાના વારસદાર તરીકે એટલે કે દેશના આગામી ઝ્રત્નૈં તરીકે કેન્દ્ર સરકારને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડના નામની ભલામણ કરી છે. કેન્દ્રને પત્ર મોકલતા પહેલા ચીફ જસ્ટિસ યુયુ લલિતે આજે સુપ્રીમ કોર્ટના તમામ જજાેની બેઠક બોલાવી હતી. પરંપરા મુજબ દેશના વર્તમાન ઝ્રત્નૈં પોતાના વારસદારની ભલામણ કરનાર ઔપચારિક પત્ર સરકારને મોકલે છે. વાત જાણે એમ છે કે કેન્દ્ર સરકારે ઝ્રત્નૈં યુયુ લલિત પાસે આગામી ઝ્રત્નૈં ના નામની ભલામણ માંગી હતી. યુયુ લલિતનો કાર્યકાળ ૮ નવેમ્બર સુધી છે. પરંપરા મુજબ ઝ્રત્નૈં બીજા અન્ય વરિષ્ઠ જજના નામની ભલામણ સરકારને મોકલે છે. હાલ સિનિયરિટીમાં જસ્ટિસ યુયુ લલિત બાદ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ બીજા નંબરે છે. આ એક પરંપરા છે જે મુજબ કેન્દ્ર તરફથી ઔપચારિક રીતે આગ્રહ કરાયા બાદ ચીફ જસ્ટિસ પોતાના રિટાયરમેન્ટના લગભગ મહિના પહેલા એક બંધ કવરમાં પોતાના વારસદારના નામની ભલામણ કરે છે.

જાે કે ચીફ જસ્ટિસ પોતાના બાદ આવતા સૌથી વરિષ્ઠ જજના નામની ભલામણ કરે છે, ત્યારબાદ સરકાર તેમની નિયુક્તિ કરે છે. ચીફ જસ્ટિસ યુયુ લલિતનો ૭૪ દિવસનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે અને તેઓ ૮ નવેમ્બરે રિટાયર થશે. ૯ નવેમ્બરે જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ બે વર્ષ માટે દેશના આગામી ચીફ જસ્ટિસ હશે. હાલના નિયમ મુજબ જસ્ટિસ ચંદ્રચૂડ ૧૧ નવેમ્બરે પોતાના ૬૫માં જન્મદિવસના બરાબર એક દિવસ પહેલા ૧૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ રિટાયર થશે. સુપ્રીમ કોર્ટમાં શપથ ગ્રહણ દરમિયાન જ સ્પષ્ટ થઈ જાય છે કે કોણ ચીફ જસ્ટિસ બનશે અને તેમનો કાર્યકાળ કેટલો હશે. હાલના રેકોર્ડ મુજબ દેશને ૨૦૨૭માં પહેલા મહિલા ચીફ જસ્ટિસ મળશે. જસ્ટિસ બી વી નાગરત્ના માત્ર ૨૭ દિવસ માટે દેશની સર્વોચ્ચ કોર્ટનું નેતૃત્વ કરશે. તેમના પિતા જસ્ટિસ ઈ એસ વેંકટરામૈય્યા પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે.

Related Posts