ચુંટણીપંચ દ્વારા નવસારી શહેરની હદ વિસ્તરણ ઉપર રોક લગાવવામાં આવી
હવે રાજ્ય ચૂંટણી પંચે જે જિલ્લાના ૩૧૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી છે તેમાં બીલીમોરા નજીકના આ ૭ ગામની ગ્રામ પંચાયતનો પણ સમાવેશ કર્યો છે, જેથી હાલ આ ગ્રામ પંચાયતો પણ પાલિકામાં ભળે એવીી શક્યતા નહિવત થઈ ગઈ છે નવસારી-વિજલપોર અને નજીકના ૮ ગામને ભેળવી સરકારે ૨૨મી જૂન ૨૦૨૦થી નવી નવસારી-વિજલપોર પાલિકા બનાવી હતી, જેનું વોર્ડ સીમાંકન થઈ નવી ચૂંટણી પણ થઈ માર્ચ ૨૦૨૧થી સત્તાધિશો શાસનમાં છે. આમ તો ચૂંટાયેલી પાંખ પાંચ વર્ષ માટે છે પરંતુ હજુ નવસારી મહાપાલિકાની ચર્ચા રહી છે. જેમાં પાંચ વર્ષ બાદ મહાપાલિકા બનશે ? કે આગામી વિધાનસભાની ચૂંટણી બાદ બનશે એ ચર્ચા છે. જાેકે પાંચ વર્ષ સુધી હજુ મહાપાલિકા માટે રાહ જાેવી પડે એ ઘણાં માનવા તૈયાર નથી. નવસારી-વિજલપોર પાલિકામાં નજીકના જે ૪ ગામને સામેલ કરવાની વાત છે એ તમામ ચારેય ગામોની ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણી જાહેર થતા હાલ નગરપાલિકામાં ભેળવવાની વાત પર પડદો પડી ગયો છે. ૨૨ જૂન ૨૦૨૦ના રોજ નવસારી શહેરનું હદ વિસ્તરણ કરાયું હતું, જે અંતર્ગત વિજલપોર અને નજીકના ૮ ગામને જાેડી નવસારી-વિજલપોર નગરપાલિકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જાેકે આ નવી પાલિકાનું વોર્ડ સીમાંકન થઈ ચૂંટણી થઈ ગયા બાદ વધુ ૪ ગામને જાેડવાની વાતો શરૂ થઈ હતી, જેમાં ધારાગીરી અને દાંતેજ ઉપરાંત એરૂ અને હાંસાપોરનો સમાવેશ થાય છે.
આ ગામોને પાલિકામાં સમાવવા નવસારી-વિજલપોર નગરપાલિકાએ તો ઠરાવ પણ કરી દીધો છે. જાેકે હાલ નવસારીના વધુ હદ વિસ્તરણ પર પડદો પડી ગયો છે. આ અંગેની વિગતો જાેતા રાજ્ય ચૂંટણી પંચે હાલ નવસારી જિલ્લાની ૩૧૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી દીધી છે,જેનું મતદાન ૧૯મી ડિસેમ્બરે થશે.આ ૩૧૦ ગ્રામ પંચાયતોમાં એરૂ, હાંસાપોર, દાંતેજ અને ધારાગીરી ગ્રામ પંચાયતનો પણ સમાવેશ કરાયો છે. આ ચારેય ગામોની પંચાયતોની ચૂંટણી જાહેર થતા હવે નજીકના સમયમાં પાલિકામાં ભેળવાય એ શક્યતા ખૂબ જ ઘટી ગઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે નજીકના આમડપોર ગામની ગ્રામ પંચાયતની પણ ચૂંટણી જાહેર થઈ છે,જેને પણ પાલિકામાં જાેડવાની વિચારણા શરૂ થઈ હતી. નવસારી-વિજલપોર નગરપાલિકામાં એરૂ, હાંસાપોર, દાંતેજ અને ધારાગીરીને ભેળવવાનો પાલિકાએ તો ઠરાવ કર્યો હતો પરંતુ ઉક્ત ૪ ગામમાં મતમતાંતર જાેવા મળ્યો છે. દાંતેજ ગ્રામ પંચાયતે જાેડવા તૈયારી બતાવી હતી તો હાંસાપોર અને ધારાગીરી પંચાયતે પાલિકામાં ભળવા ના પાડી હતી. એરૂ ગામમાં ‘જૂના ગામ’ અને નવા ‘સોસાયટી વિસ્તારો’માં અલગ અલગ પ્રતિભાવ આવ્યા હતા. આમડપોર ગ્રામ પંચાયતે તો પાલિકામાં પ્રતિભાવ માંગે તે અગાઉ જ ‘ના’ પાડી દીધી હતી.
હાલમાં જ એક અઠવાડિયા અગાઉ બીલીમોરા પાલિકાએ નજીકના ૭ ગામની પંચાયતોને પત્ર લખ્યો હતો. જેમાં દેવસર, તલોધ, વલોટી, ધકવાડા, આંતલિયા, નાંદરખા અને કેસલી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ આ પત્રમાં આમ તો પાણી, શિવરેઝની લાઈન પસાર કરવા સંમતિ મંગાઈ હતી પરંતુ આ ગામોમાં બીલીમોરા પાલિકામાં સમાવવાની અટકળો શરૂ થઈ ગઈ હતી, જેને લઈ ઉક્ત ગામોના લોકોની એક સભા પણ ધકવાડામાં મળી અને એકસૂરે પાલિકામાં જાેડાવાનો વિરોધ કરાયો હતો.
Recent Comments