fbpx
સૌરાષ્ટ - કચ્છ

ચૂંટણી પૂર્વે ૪.૯૪ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

વિધાનસભાની ચૂંટણી પહેલા બી ડિવીઝન પોલીસે ૪.૯૪ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો છે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારે દારૂની બદીને અટકાવવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડિવાયએસપી હિતેષ ધાધલીયાના માર્ગદર્શનમાં બી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન જીજે ૨૩ વાય ૮૦૫૪ નંબરના વાહનમાં દારૂ ભરીને ઝાંઝરડા ચોકડીએથી પસાર થવાના હોવાની બાતમી મળી હતી. જેને પગલે બી ડિવીઝન પીઆઇ એન.એ. શાહ, પ્રોબેશ્નલ પીઆઇ જી.ડી. રાજપુત અને સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન વાહન નિકળતા તેનો પીછો કર્યો હતો. બાદમાં વાહન ચાલક વાહનને કે.જે. હોસ્પિટલ વાળી ગલીમાં મૂકી નાસી ગયો હતો. પોલીસે ૪,૯૪,૪૦૦નો દારૂ, ૩,૦૦,૦૦૦નું વાહન મળી કુલ ૭,૯૪,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts