અમરેલી

ચૂંટણી સમય નજીક આવે એટલે જૂઓને કેવી સાફ સફાઈ થાય છે.. જો આવું નિત્ય – પ્રતિદિન થાય તો સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ સાકાર થાય. 

છેલ્લા ઘણા સમયથી સાવરકુંડલા શહેરમા આવેલ જનતાબાગની સફાઈ અંગે અવારનવાર પેલાં ઘાસ વધી જવાથી વોકીંગ ક્લબ વાળા અંદરો અંદર સફાઈ અંગે અસંતોષ વ્યકત કરતાં જોવા મળતાં. એ સંદર્ભે એક વખત સુરેશભાઈ પાનસુરીયાની નજર ગઈ અને ઘાસ સાફસૂફી કરાવી. હવે આજે ચૂંટણી ટાણું આવ્યું અને ઓચિંતા સફાઈ ઝુંબેશ શરૂ થઈ. આમ કેમ? ચૂંટણીના પડઘમ વાગ્યા એટલે સફાઈ ઝુંબેશ તેજ બને એવું ખરું? . લોકો પણ વ્યંગમાં કહે છે કે આ ચૂંટણીઓ પણ વર્ષો વર્ષ આવતી હોય તો કેવું સારું. ચૂંટણી ટાણે જ જૂઓને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આ ધરતી પર કેવો ફેલાઈ છે

Related Posts