સૌરાષ્ટ - કચ્છ

ચોટીલા હાઈવે પર ચાલતા જતા યુવકને વાહને ટક્કર મારતા મોત

ચોટીલા હાઈવે ઉપર ચાલતા જતા યુવકને કોઈ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. ચોટીલા હાઇવે પર અકસ્માતની ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને થતા તાકીદે ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જેમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે યુવકની લાશને ચોટીલા સરકારી હોસ્પિટલ લવાઈ હતી. ત્યારે હાલમાં ગુજરાત ભરમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરોની હડતાળ હોવાથી યુવકની લાશનો કબજાે રેફરલ હોસ્પિટલે ન સંભાળતા યુવકની લાશ કલાકો સુધી ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવતા મૃતકના પરિવારજનોમાં અને લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી.

જે બાદ કલાકો પછી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને જાણ થતાં ચોટીલા મામલતદારને સરકારી હોસ્પિટલે મોકલ્યા ત્યાર પછી યુવકની લાશને પી.એમ. માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ચોટીલા પોલિસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.ચોટીલા હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે ચોટીલાના જલારામ મંદિર પાસે ભીમગઢના યુવકનું વાહન અકસ્માતમાં મોત નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચોટીલા હાઈવે ઉપર ચાલતા જતા યુવકને કોઈ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતા ચોટીલા પોલિસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts