ચોરવડલા ગામે શિબિર સમાપન

ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા ચોરવડલામાં રાષ્ટ્રિય સેવા યોજના શિબિર સમાપન થયું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ કવિ પ્રાધ્યાપક શ્રી વિશાલ જોષીએ આવી શિબિરોમાં ગામડાનાં ભાવાવરણમાં હૃદય, મસ્તિષ્ક અને હાથની કેળવણીની સફળ અનુભૂતિ થતી હોવાનું જણાવેલ. સંસ્થાનાં શ્રી ગૌરાંગ વોરા, શ્રી મૂકેશ મહેતા તથા શ્રી સુરેશ પટેલનાં સંકલન સાથે ગ્રામજનો દ્વારા સુંદર સહયોગ રહ્યો. શિબિર દરમિયાન વિદ્યાર્થીએ ઉમંગભેર વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો.
Recent Comments