અમરેલી

ચોરીના ગુન્હામાં અમરેલી જીલ્લા જેલમાં કેદ રહેલ અને વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ આરોપીને કોમ્બીંગ ના.રા. દરમ્યાન પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

મ્હે.પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય, ગાંધીનગર* નાઓ દ્રારા નાસતા ફરતા આરોપીઓ ને પકડવા સારૂ સ્પેશ્યલ ઝુંબેશ રાખેલ હોય જે સબબ *અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ ગુન્હાના કામે રાજયના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય તેમજ તા.૨૨/૦૩/૨૨ ના ક.૨૩/૦૦ થી તા.૨૩/૦૩/૨૨ ના ક.૦૬/૦૦ સુધી કોમ્બીંગ નાઇટનું આયોજન કરેલ હોય અને ના.રા. માં અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ,* પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, હરેશભાઇ વાણીયા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લા જેલ ના કાચા કામના આરોપીને અમરેલી માંથી પકડી પાડેલ.
❇️ *પકડાયેલ કેદી:-*➡️ *કાચા કેદી જાફર ઇબ્રાહીમભાઇ રફાઇ ઉ.વ.-૨૬ ધંધો-મજુરી રહે.અમરેલી, મેમણ કબ્રસ્તાનમાં તા.જી.અમરેલી* વાળો તા.૨૩/૦૩/૨૦૨૨ ના રોજ અમરેલી સીટી માંથી મળી આવતાં મજકુર આરોપીને કોરોના વાયરસ સબબ ટેસ્ટ કરાવવી અમરેલી જીલ્લા જેલ માં કેદ રહેવા સોંપવા તજવીજ કરવામાં આવી.
✳️ *વિગત:-*  💫 મજકુર આરોપી અમરેલી સીટી પો.સ્ટે. ચોરી ના ગુન્હાના કામે અમરેલી જીલ્લા જેલ માં કેદ હોય અને હાલ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ (Covid-19) સબબ નામદાર કોર્ટ અમરેલી નાઓ દ્રારા વચગાળાના જામીન રજા પર તા.૧૮/૦૧/૨૨ ના રોજ દિન-૬૦ માટે મુકત કરવામાં આવેલ અને આરોપીને તા.૨૦/૦૩/૨૦૨૨ ના અમરેલી જીલ્લા જેલમાં ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી હાજર થયેલ નહી અને તા.૨૦/૦૩/૨૦૨૨ થી ફરાર થયેલ  💫 *આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી ની સુચના મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા. પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ, પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા કોમ્બીંગ ના.રા. દરમ્યાન અમરેલી જીલ્લા જેલ માંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર આરોપીને અમરેલીથી પકડી પાડી અમરેલી જીલ્લા જેલમાં કેદ રહેવા સોંપી આપેલ*.

Related Posts