છત્તીસગઢ રાજ્યના કવર્ધામાં કુક દૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયંકર મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં બાહપાની વિસ્તારમાં તેંદુના પાન તોડીને પરત ફરી રહેલ પીકઅપ વાહન ઉંડી ખાઈમાં પડી ગયું હતું. પીકઅપમાં સવાર ૧૮ લોકો નાળામાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. કબીરધામના પોલીસ અધિક્ષક ડો. અભિષેક પલ્લવે ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં ૧૮ લોકોના મોત થયા છે, જ્યારે ૪ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસના વાહનોમાં સવાર ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
આ દુએગહતના બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, તમામ લોકો પીકઅપમાં મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ લોકો બહુપાણી વિસ્તારમાં તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક પીકઅપ કાબુ બહાર જઈને ખાડામાં પલટી ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. આ ઘટનામાં ૧૫ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમામ મૃતકો સેમરાહ ગામના રહેવાસી છે.
છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કવર્ધામાં પીકઅપ વાહન પલટી જવાથી થયેલા મોતના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે. દુર્ઘટનાની માહિતી મળતા જ નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. ડેપ્યુટી સીએમ વિજય શર્માએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે ‘કવર્ધામાં મજૂરોથી ભરેલ પીકઅપ વાહન પલટી જવાથી ૧૫ લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદાયક છે. મારી સંવેદના એ તમામ પરિવારો સાથે છે જેમણે આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતો અને તેમના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં રોકાયેલ છે.
Recent Comments