છત્તીસગઢમાં, CAFજવાને તેના સાથીદારો પર ગોળીબાર કર્યો, ૨ મૃત્યુ પામ્યા; ૨ ઘાયલ
છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં બુધવારે એક મોટી ઘટના બની હતી. છત્તીસગઢ આર્મ્ડ ફોર્સિસ (ઝ્રછહ્લ) ના સૈનિકે તેની સર્વિસ રાઈફલ વડે કેમ્પની અંદર ગોળીબાર કર્યો. આ ફાયરિંગમાં તેના બે સાથી સૈનિકો માર્યા ગયા, જ્યારે અન્ય બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલ જવાનોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ તાત્કાલિક કેમ્પ પર પહોંચી ગયા અને આરોપી સૈનિકની ધરપકડ કરી લીધી. હાલમાં આરોપી સૈનિકની ફાયરિંગ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બલરામપુર જિલ્લાના સમરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભૂતાહી ગામમાં સ્થિત ઝ્રછહ્લની ૧૧મી બટાલિયનના કેમ્પમાં બુધવારે સવારે કેટલાક સૈનિકો વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે જવાન અજય સિદરે પોતાની સર્વિસ ઇન્સાસ રાઇફલથી ગોળીબાર કર્યો. આ ફાયરિંગમાં સૈનિક રૂપેશ પટેલ અને સંદીપ પાંડેનું મોત થયું હતું. જ્યારે જવાન અંબુજ શુક્લા અને રાહુલ બઘેલ ઘાયલ થયા હતા. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બલરામપુર-રામાનુજગંજ જિલ્લામાં ઝારખંડની સરહદે આવેલા વિસ્તારોમાં નક્સલવાદી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ભૂતાહી ગામમાં ઝ્રછહ્લ કેમ્પ બનાવવામાં આવ્યો છે. ઝ્રછહ્લની ૧૧મી બટાલિયન ભુતાહી કેમ્પમાં તૈનાત છે. બુધવારે સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યે, ઝ્રછહ્લ જવાન અજય સિદરે પોતાની સર્વિસ ઇન્સાસ રાઇફલથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. ફાયરિંગમાં સ્થળ પર હાજર ચાર જવાનોને ગોળી વાગી હતી. ગોળી વાગવાથી જવાન રૂપેશ પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ ઘાયલ જવાનોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે જવાન સંદીપ પાંડેનું રસ્તામાં જ મોત થયું હતું. સુરગુજા વિસ્તારના આઈજી (પોલીસ મહાનિરીક્ષક) અંકિત ગર્ગે જણાવ્યું કે ઘટના બાદ ગોળીબાર કરનાર સૈનિક સિદરને પકડી લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અંકિત ગર્ગે જણાવ્યું કે ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની હાલત ખતરાની બહાર છે.
Recent Comments