ભારતીય કુશ્તી મહાસંઘ અને તેના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ૧૮ જાન્યુઆરીથી દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા દેશના ટોચના પહેલવાનોના ધરણાં પ્રદર્શન ખતમ થઈ ગયા છે. કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે શુક્રવારે મોડી રાતે બેઠક બાદ ઉહ્લૈં પ્રમુખ પર લાગેલા આરોપોની તપાસ માટે એક સમિતિ બનાવાની ઘોષણા કરી અને તેમને નિષ્પક્ષ તપાસનો વિશ્વાસ અપાવ્યો, જે બાદ પહેલવાનોએ પોતાના ધરણાં સ્થગિત કરવાનો ર્નિણય કર્યો. ઉહ્લૈં અધ્યક્ષ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહ પર લાગેલા આરોપોની તપાસ માટે ઈંડિયન ઓલંપિક એસોસિએશને પણ એક ૭ સદસ્ય તપાસ સમિતિનું ગઠન કર્યું છે. ખેલ મંત્રાલય ત્રણ સદસ્ય તપાસ સમિતિના સભ્યોના નામની આજે ઘોષણા કરશે.
આ સમિતિ ૪ અઠવાડીયામાં બૃજભૂષણ શરણ સિંહ અને ઉહ્લૈંના અન્ય પદાધિકારીઓ પર લાગેલા તમામ આરોપીની તપાસ કરશે અને પોતાના રિપોર્ટ ખેલ મત્રાલયને સોંપશે. જ્યા સુધી તપાસ પુરી નથી થતીં, ત્યાં સુધી બૃજભૂષણ શરણ સિંહ ઉહ્લૈં અને તેના કામકાજમાંથી ખુદને અલગ રાખશે. શુક્રવારે પત્રકારો સાથે વાતચીતમાં બૃજભૂષણ શરણ સિંહે ઉહ્લૈં અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.તેમણે કહ્યું હતું કે, તે કોઈની ભલામણ અથવા રહેમરાહે અધ્યક્ષ નથી બન્યા. પણ મતદાન પ્રક્રિયા અંતર્ગત ચૂંટાઈને આવ્યા છે. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, તમામ ખેલાડીઓ માટે ભારતીય કુશ્તી સંઘ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ઉહ્લૈંમાં શું સુધારો લાવવા માગે છે. આ વાત સામે આવી.
તેમણે કહ્યું કે, એક ઓવરસાઈટ કમિટિનું ગઠન કરશે. જે આગામી ૪ અઠવાડીયામાં તપાસ પુરી કરશે. તેમણે આગળ કહ્યું કે, પહેલવાનોને પ્રોટેસ્ટની અગાઉ જ ઉહ્લૈં પાસેથી અમે જવાબ માગી લીધો હતો. બેઠકમાં જે માગ રાખવામાં આવી રહી છે, તેમાં સૌએ સહમતી બનાવી, જે તપાસ કમિટિ બનાવી, તેમાં મહિલા સભ્યોની સંખ્યા વધારે હશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, જે આઈઓએની કમિટી બની છે, તે આંતરિક ફરિયાદ કમિટિ છે. જે કોઈ ખેલ સંઘમાં મહિલાઓ સાથે જાેડાયેલ કેસની તપાસ કરશે.


















Recent Comments