જગતપુરમાં સગીરાનું અપહરણ કરી હોટેલમાં લઇ જઇ ત્રણ મિત્રોએ ગેંગરેપ કર્યો
ચાંદખેડાના જગતપુરમાં રહેતી સગીરાનું કારમાં અપહરણ કરી અડાલજની એક હોટેલમાં લઈ ગયેલા ૩ મિત્રે ગેંગરેપ કર્યો હતો. શૈલેશ ભરવાડ, વિજય ભરવાડ અને વિજય ભરવાડ નામના ૩ યુવાનોએ સગીરાને હોટલના રૂમમાં પીંખી નાખતાં તેને ગુપ્તાંગમાંથી અસહ્ય લોહી નીકળી રહ્યું હતું, જેને કારણે તે બેભાન થઈ જતાં ત્રણેય નરાધમો તેને હોસ્પિટલમાં મૂકીને ભાગી ગયા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે ત્રણેય યુવાનો વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધી તેમને પકડવા તજવીજ શરૂ કરી છે.
૧૫ વર્ષની ર્નિભયા (નામ બદલ્યું છે) જગતપુરમાં જ રહેતા શૈલેશ ભરવાડ નામના યુવાનના પરિચયમાં આવી હતી. ૧૦ જુલાઈએ શૈલેશે ર્નિભયાને ફોન કરીને ગોદરેજ ગાર્ડન સિટી મળવા બોલાવી હતી. શૈલેશ તેના ૨ મિત્ર સાથે કારમાં ત્યાં ઊભો હતો. ર્નિભયાને કારમાં બેસાડીને તેઓ અડાલજ ખાતેની એક હોટલના રૂમમાં લઈ ગયા હતા. પહેલા શૈલેશે ર્નિભયા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી બંને મિત્રોએ વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો. આને કારણે સગીરાના ગુપ્તાંગમાંથી લોહી નીકળ્યું હતું અને તે બેભાન થઈ ગઈ હતી.
ર્નિભયાને ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું અને તબિયત બગડતાં તે બેભાન થઈ ગઈ હતી, જેથી શૈલેશ, વિજય અને વિજય તેને કારમાં નાખીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેમણે હોસ્પિટલ સ્ટાફને એવું કહ્યું હતું કે આ છોકરીને રસ્તામાં ચકકર આવવાથી બેભાન થઇ ગઇ હતી, જેથી અમે તેને કારમાં લઈને આવ્યા છીએ. તેઓ આટલું કહીને તેને હોસ્પિટલમાં મૂકીને જતા રહ્યા હતા.
ચાંદખેડા પોલીસે શૈલેશ ભરવાડ, વિજય ભરવાડ અને વિજય ભરવાડ આ ત્રણેય મિત્રોનાં ઘરે-સગાં- સંબંધીને ત્યાં તપાસ કરી હતી, પરંતુ તેઓ મળ્યા નહોતા, જેથી પોલીસે ત્રણેયના મોબાઈલ નંબર ટ્રેસિંગમાં મૂક્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર લઈને ત્રણેય નરાધમો ભાગ્યા હોવાથી રોડ પરના સીસીટીવી તેમજ ટોલનાકાના સીસીટીવીના આધારે કારની પણ શોધખોળ શરૂ કરી છે.
Recent Comments