ગુજરાતના ગૌરવ સમાન હાસ્યકલાકાર લેખક કવિ ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીનું તેમની સેવાનેકેન્દ્રમાં રાખીને તાજેતરમાં રાજકોટ અને વડોદરા એમ બે શહેરમાંમંત્રીશ્રીઓના હસ્તે સન્માન થયું હતું. જગદીશ ત્રિવેદી પોતાના કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરતા હોવાથી તેમણે છેલ્લાં સાડા ચાર વર્ષમાં સાત સરકારી શાળાઓ અનેત્રણ લાયબ્રેરી મળીને કુલ ત્રણ કરોડથી વધું રકમનું દાન કર્યુ છે. એક કલાકારની ખૂબ ઉંચા ગજાની સામાજીક નિસબતને ધ્યાનમાં લઈરાજકોટ ખાતે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્રારા અને વડોદરા ખાતે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબહેન સુથાર દ્રારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું. —
જગદીશ ત્રિવેદીનું શિક્ષણમંત્રી અને આરોગ્યમંત્રી દ્રારા રાજકોટ અને વડોદરામાં ભવ્ય સન્માન



















Recent Comments