જનરલ કેટેગરીના ૧૫ થી ૩૫ વર્ષનાં યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન : તા.૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વિભાગ ગાંધીનગર તથા કમિશ્નર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, તાપી દ્વારા સંચાલિત જનરલ કેટેગરીનાં ૧૫ થી ૩૫ વર્ષનાં યુવક યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. યુવક યુવતીઓ નૈસર્ગિક દર્શન દ્વારા વન્ય પશુ પક્ષીઓ, વૃક્ષો, પહાડો, ખડકો, ઝરણાં, કોતરો વગેરેનો પ્રત્યક્ષ પરિચય કેળવે તથા તેઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ ભાવ વિકસે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ૧૦ દિવસના વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ આયોજન હાથ ધરવામાં આવનાર છે.
અમરેલી જિલ્લાના ફક્ત જનરલ કેટેગરીના યુવક યુવતીઓ કે, જેઓ તા. ૩૧.૧૨.૨૦૨૪ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી તાપી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી તાપી, બ્લોક નં. ૦૬ પ્રથમ માળ, જિલ્લા સેવા સદન પાનવાડી, વ્યારા, જિ.તાપી-૩૯૪૬૫૨ ને તા. ૩૧.૦૮.૨૦૨૪ સુધીમાં પુરૂ નામ સરનામુ (આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, ઓળખકાર્ડ વગેરે રહેઠાણના પુરાવા સાથે), જન્મ તારીખ (પ્રમાણ પત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર), શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, પર્વતારોહણ, એન.સી.સી., એન.એસ.એસ. કે સ્કાઉટ ગાઈડ તથા રમત ગમત પ્રવૃતિઓમાં ભાગ લીધેલ હોય તેના પ્રમાણપત્રો, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર,વાલીનું સંમતિપત્ર, તાજેતરનો પાસપોર્ટ ફોટો લગાવી અરજી મોકલી આપવાની રહેશે. અધુરી વિગતો સાથેની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. આ પ્રવાસ માટે આવવા જવાનો પ્રવાસ ખર્ચ, નિવાસ, ભોજન સરકાર દ્વારા પુરું પાડવામાં આવશે. પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદગી અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, તાપી દ્વારા ટેલિફોન મારફત જાણ કરવામાં આવશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
Recent Comments