રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ એક આતંકવાદી ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. એન્કાઉન્ટર ઓપરેશન દરમિયાન જમ્મુ-કાશ્મીરનો એક પોલીસ જવાન પણ ઘાયલ થયો હતો. કાશ્મીર ઝોનની પોલીસે આ અંગે માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કુલગામના હુરા ગામમાં મંગળવારે વહેલી સવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મારમા હાથ ધરાયેલ ઓપરેશનમાં સુરક્ષા જવાનોએ એક આતંકવાદીને ઠાર કરી દીધો છે. ત્યારે આ મોટી સફળતા મળતા તેની જાણકારી આપવામાં આવી હતી. જાેકે આ દરમિયાન પોલીસનો એક જવાન પણ ઘાયલ થયો હતો. મળતી માહિતી મુજબ આ ઓપરેશનમાં સુરક્ષા દળે એક સ્થાનિક આતંકવાદીને ઠાર માર્યો હતો. તેની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. આ પછી વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ કાશ્મીરના ચાર જિલ્લાઓ કુલગામ, બાંદીપોરા, શોપિયાં અને પુલવામામાં ૧૨ સ્થળોએ ભારતીય સુરક્ષા દડો દ્વારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ હતો ત્યારે આ ચારે શહેરમાં ભારતીય સુરક્ષા દડોના દરોડા પાડવામાં આવ્યા હતા. જે સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા તે હાઇબ્રિડ આતંકવાદીઓ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની નવી શાખા અને તેની સાથે સંકળાયેલા ઓવરગ્રાઉન્ડ એક્ટિવિસ્ટ્‌સના રહેણાંક જગ્યાઓ હોવાની જાણ થઈ હતી. દરોડા દરમિયાન, આ સંગઠનોના સહાનુભૂતિઓ અને કાર્યકર્તાઓના પરિસરની પણ મોટા પાયે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે.

Related Posts