fbpx
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના ડોડામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ હજુ ચાલી રહી છે

જમ્મુ-કાશ્મીરના ડોડામાં સોમવાર રાતથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં એક અધિકારી સહિત ૪ જવાન શહીદ થયા છે. આર્મી, સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એક કે બે આતંકવાદીઓ સુરક્ષાદળો દ્વારા ઘેરાયેલા હોઈ શકે છે. અંધકાર અને ગાઢ જંગલનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓને ભાગી ન જાય તે માટે સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કઠુઆ જિલ્લામાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોની ટીમો જમ્મુ ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સંબંધમાં ડોડાના ગાઢ જંગલોમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું છે.

અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ સાંજે લગભગ ૭.૪૫ વાગ્યે દેસા જંગલ વિસ્તારના ધારી ગોટે ઉરારબાગીમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. તેમણે કહ્યું કે શરૂઆતમાં ૨૦ મિનિટથી વધુ ચાલેલી ગોળીબારમાં એક અધિકારી અને એક પોલીસ કર્મચારી સહિત ચાર સેનાના જવાન ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સેનાએ કહ્યું કે આ વિસ્તારમાં વધારાના સૈનિકો મોકલવામાં આવ્યા છે અને છેલ્લા અહેવાલો મળ્યા ત્યાં સુધી ઓપરેશન ચાલુ હતું.

તાજેતરના સમયમાં જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂંચ, ડોડા, રાજૌરી અને રિયાસી જેવા સરહદી જિલ્લાઓમાં. હુમલાને જોતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. બીજી તરફ, આતંકવાદીઓ સુરક્ષા દળોને ગેરમાર્ગે દોરવા માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહ્યા છે. હાલમાં જમ્મુ ડિવિઝનમાં ૫૦ આતંકીઓ સક્રિય છે. આમાંના મોટાભાગના આતંકવાદીઓ વિદેશી એટલે કે પાકિસ્તાની છે. તેમને ખતમ કરવા માટે સેના, ઝ્રઇઁહ્લ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમો જમ્મુ ડિવિઝનના વિવિધ જિલ્લાઓમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવાના નાપાક ષડયંત્રથી બચી રહ્યું નથી. તે આંતરરાષ્ટ્રીય બોર્ડર (ૈંમ્) અથવા નિયંત્રણ રેખા (ન્ર્ંઝ્ર) પરથી આતંકવાદીઓને ઘૂસણખોરી કરવાનું સતત કાવતરું ઘડી રહ્યો છે. આ માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ૈંજીૈંએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પાસે આતંકવાદીઓના લોન્ચ પેડને સક્રિય કરી દીધા છે.

Follow Me:

Related Posts