fbpx
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરની કુપવાડા જેલમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી ૯ કેદીઓ ગંભીર રીતે ઘાયલ

જમ્મુ-કાશ્મીરની કુપવાડા જેલમાંથી સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી જેમાં વિસ્ફોટથી ૯ કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રસોડામાં રસોઈ બનાવતા સમયે ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. આ બાબતે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.

આ ઘટના બાબતે મળતી જાણકારી અનુસાર, સેન્ટ્રલ જેલ કુપવાડામાં એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી ત્યાર પછી તાત્કાલિક ઈમરજન્સી સેવાઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઈજાગ્રસ્ત કેદીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સાથે જ સિલિન્ડર વિસ્ફોટ કયા કારણોસર થયો છે તેની હજુ તપાસ થઇ રહી છે. હોસ્પિટલન સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર ઇકબાલ એહમદનું કહેવું છે કે, સાંજના ૬.૦૦ વાગે તેમને આ ઘટના બાબતે જાણ થઈ હતી ત્યારે ૯ લોકોના દાઝી ગયા હોવાના સમાચાર હતા અને તેમની સારવાર પણ કરવામાં આવી હતી જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હતી તેમને એસએમએચએસ હોસ્પટલ શ્રીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts