fbpx
રાષ્ટ્રીય

જયા બચ્ચને સંસદમાં સભાપતિને આંગળી કરી, ભાજપે કહ્યું- જેવી પાર્ટી તેવા સંસ્કાર

અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન ફરી એક વાર ચર્ચામાં આવી ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ સમાજવાદી પાર્ટીના નેતાનું વર્તન અને ગુસ્સાને લઈને ટ્રોલ કરી રહ્યા છે. મિસેઝ બચ્ચનની આ નિંદા રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડને આંગળી ચિંધતા દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા સાઈટ્‌સ પર વાયરલ એક વીડિયોમાં સમાજવાદી પાર્ટીના સાંસદોને ઉપરાષ્ટ્રપતિ તરફ આંગળી ચિંધતા જાેઈ રહ્યા છે. તેમના હાવભાવ પર ધ્યાન કરશો, તો જયા બચ્ચન ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહી છે. સદનમાં અસંસદીય આચરણને લઈને સપા સાંસદની યુઝર્સે ટિકા કરી હતી.

વાયરલ વીડિયો આ બજેટ સત્રની કાર્યવાહી દરમિયાનનો હોવાનું કહેવાય છે. હકીકતમાં સદનમાં હોબાળો અને કાર્યવાહીના રિકોર્ડિંગ કરવાના આરોપમાં કોંગ્રેસ સાંસદ રજની પટેલે હાલના સત્રના બાકી વધેલા દિવસો માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ મામલાને લઈને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને વિરોધ જતાવ્યો અને કોંગ્રેસ સાંસદનું સમર્થન કર્યું. સપા સાંસદનું કહેવું હતું કે, રજનીને બોલવાનો મોકો આપ્યો નહીં, આ દરમિયાન હોબાળાની વચ્ચે મહિલા સાંસદે વેલમાંથી પસાર થતાં આસન તરફ આંગળી ચિંધી હતી.

જયા બચ્ચન પર ટિ્‌વટર યુઝર્સ સહિત સત્તાધારી પાર્ટીના નેતાઓએ ખૂબ ટિકા કરીહ હતી. છત્તીસગઢના બિલાસપુર લોકસભા સીટ પરથી ભાજપ સાંસદ અને પાર્ટી અધ્યક્ષ અરુણ સાવે લખ્યું કે, જયા બચ્ચનજી રંગમંચ અને લોકતંત્રના સર્વોચ્ચ મંચનું અંતર રાખો, યુવા પેઢી આપનું અનુકરણ કરે છે. તો વળી ભાજપ દિલ્હી પ્રવક્તા અજય સહરાવતે લખ્યું કે, રાજ્યસભા સાંસદ જયા બચ્ચનનો વ્યવબાર શરમજનક છે.

Follow Me:

Related Posts