રાષ્ટ્રીય

જાણો ભારત દેશની અંદર નેત્રદાન કેટલું થઈ રહ્યું છે, કેટલા લોકો કોર્નિયાની બીમારીનો સામનો કરી રહ્યા છે

ભારત દેશની અંદર અંગ દાનનું મહત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે પરંતુ વસ્તીની સરખામણીએ જોવા જઈએ તો અંગદાન નું પ્રમાણ ઘણું ઓછું છે. અંગદાન કરવાના કારણે કેટલાક લોકોનો જીવ બચી જાય છે તો કેટલાક લોકોને અંગદાન માં મદદ ના મળતી હોવાથી દર્દીઓનાંજીવ જઈ રહ્યો છે. પરંતુ જો નેત્રદાનની વાત કરવામાં આવે તો નેત્રદાન દેશમાં ઘટી ગયું છે આ ઉપરાંત કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ ની માત્રા પણ ઘટી રહી છે એક અંદાજ મુજબ આઈ બેંક એસોસિએશન who ના જણાવ્યા અનુસાર 63% નેત્રદાન ઘટયું છે આ ઉપરાંત 52% કોર્નિયા સર્જરી ઘડી છે. એક આંકડા મુજબ જોઈએ તો પાંચ ટકા કોર્નિયા ની બીમારીથી દ્રષ્ટિહીન થઈ રહ્યા છે આ આંકડો આ દેશામાં જોવા જઈએ તો મોટો કહી શકાય. ૬૮ લાખ લોકો દેશમાં ઓછામાં ઓછી એક આંખથી દ્રષ્ટિહીન છે. હવે આપણે છેલ્લા બે વર્ષના એપ્રિલ 2020 થી માર્ચ 2021 વચ્ચે ના આંકડા જોઈએ તો 18,359 નેત્રદાન થયું છે તેની સરખામણીએ તેના આગળના વર્ષની વાત કરીએ તો 2019 થી માર્ચ 2020 વચ્ચે 50,953 લોકોએ નેત્રતદાન કર્યું હતું જેથી નેત્રદાન કરવાનું પ્રમાણ ઘટી રહ્યું છે લોકોમાં અવેરનેસ પણ ઓછી થઈ રહી છે જેના કારણે ઘણા લોકો આ પ્રકારે મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે નેત્રદાન તેમને સમયસર મળે તો તેઓને નવી દ્રષ્ટિ મળી શકે છે પરંતુ કોરોના ને જોતા છેલ્લા બે વર્ષમાં આ ગતિ ધીમી પડી હોઈ શકે તેવું એક અંદાજ માંડી શકીએ છીએ. આ ઉપરાંત અવેરનેસ નો અભાવ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. જ્યારે કોર્નિયા સર્જરીમાં 2019 થી 2020 વચ્ચે 27075 લોકોની કોર્નિયા સર્જરી થઈ હતી 2020 થી 2021 વચ્ચે 12998 લોકોની જ સર્જરી કરવામાં આવી હતી.

Related Posts