જાફરાબાદનાં શહેરીજનો માટે વીજળી વેરણ બની : મામલતદારને રજૂઆત
જાફરાબાદની પ્રેસ કલબ ઘ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડાને કારણે પીજીવીસીએલનો પુરવઠો ખોરવાયો હોવાથી વીજળી પ્રવાહ છેલ્લા 17 દિવસથી રીપેરીંગ તેમજ મરામત કરવામાં લાગેલો છે. ત્યારે આટલા દિવસો વિતી ગયા હોવા છતાં જાફરાબાદ શહેરનો વીજ પુરવઠો ચાલું કરવામાં જાફરાબાદ પીજીવીસીએલ સદંતર નિષ્ફળ ગયેલ છે. ત્યારે જાફરાબાદની જનતા અને વ્યવસાયકારોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને સાથે સામાજીક, માનસિક ત્રાસ થઈ રહૃાો છે.
અત્રે નોંધવું જરૂરી છે કે, થોડા સમય પહેલા અમરેલી જીલ્લા કલેકટર ઘ્વારા જે તે શહેર અને તાલુકાઓમાં વીજળી પુરવઠો નિયમિત ચાલું થવા અંગે સુચનાઓ આપવામાં આવેલ નેતમાજાફરાબાદ શહેરને તા. 4/6/ર1નાં દિવસે વીજ પુરવઠો નિયમિત થવા અંગે સુચના આપેલ હતી. તેમની પણ જાફરાબાદ પીજીવીસીએલ ઘ્વારા અવગણનાં કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજુલા, સાવરકુંડલા, ખાંભા વગેરે શહેરોમાં વીજ પુરવઠો ર4 કલાક આપવામાં આવે છે જયારે જાફરાબાદ પીજીવીસીએલનાં બેદરકાર અને નિષ્ફળ અધિકારીઓનાં પાપે જાફરાબાદ શહેરમાં માત્ર મોડી રાત્રીનાં લાઈટ આપવામાં આવે છે. જાફરાબાદ શહેર પ્રત્યે ભેદભાવની નીતિ શા માટે અપનાવવામાં આવે છે જે વીકરાળ છે. પીજીવીસીએલ ઘ્વારા જાફરાબાદ શહેરમાં ગોકળગાયની ગતિએ કામ ચાલી રહૃાું છે ત્યારે જાફરાબાદ પીજીવીસીએલનાં જવાબદાર ડેપ્યુટી ઈજનેર અને તેના સ્ટાફ વચ્ચે કોઈપણ પ્રકારનું સંકલન ના હોય તેવું જણાય રહૃાું છે.
જાફરાબાદ પીજીવીસીએલ વીજળી પુરવઠો સત્વરે ર4 કલાક ચાલું કરવામાં નહી આવે તો લોકોને સાથે રાખીને સત્યાગ્રહ, આંદોલન તેમજ ઉપવાસ આંદોલન, ધરણા કરશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારી વહીવટીતંત્ર તેમજ પીજીવીસીએલ જાફરાબાદની રહેશ તેની ગંભીર નોંધ લેવા પ્રેસ કલબે ચીમકી આપી છે.
Recent Comments