જાફરાબાદના રહીશ સહકારી, શૈક્ષણીક,સામાજીક આગેવાન જીણાભાઈ બારૈયાનું અવસાન
જાફરાબાદના રહીશ અને સહકારી, સામાજીક તેમજ લાંબો સમય શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણી જીવનભાઈ બારૈયાનું અવસાન થતા જાફરાબાદ
વિસ્તારમા ઘેરો શોક વ્યાપી ગયો છે, માયાળુ અને સેવાભાવી સ્વભાવ ધરાવતા જીવનભાઈની સેવાઓ આ વિસ્તારના છેવાડાના લોકોસુધી વિસ્તરેલી છે. શૈક્ષણીક પ્રવૃતીમાં મહત્વનુ યોગદાન પણ તેઓનું રહેલ. સદગતનું બેસણું તા.રર/૦૮/ર૦રર, સોમવારના રોજ બપોરના ૦૩–૦૦ થી ૦૬–૦૦ તેમના નિવાસ્થાન લાઈટ હાઉસ, જાફરાબાદ ખાતે રાખવામા આવેલ છે. જીવનભાઈ બારૈયાના પુત્ર યોગેશભાઈ બારૈયા હાલ અમરેલી જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ તરીકે તેમજ અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડીરેકટર તરીકે આ વિસ્તારનાસેવાકાર્યોમા રત છે.
Recent Comments