જાફરાબાદનાં દરિયાકાંઠેથી ત્રણેક દિવસ પહેલા માચ્છીમારી માટે ગયેલ ભભઓમ નમઃ શિવાયભભ નામની બોટનો ગઈકાલથી કોઈ અતો-પતો ન હોય સૌ કોઈનાં જીવ ઊંચા થયા બાદ મોડી સાંજે બોટનો પતો મળી જતાં સૌએ હાશકારાની લાગણી વ્યકત કરી હતી.
વિગત એવા પ્રકારની છે કે, બોટ એસોસીએશન પ્રમુખ કનૈયાલાલ ગાંડાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસરથી ર બોટ ડૂબી ગઈ છે. દરમિયાનમાં ઓમ નમઃ શિવાય નામની બોટ કે જેમાં વાયરલેસ સહિતની તમામ સુવિધા છે તે બોટ ગુમ થઈ હતી અને તમામ વિભાગોને જાણ કરવામાં આવ્યા બાદ આજે મહારાષ્ટ્રનાં દરિયા કિનારે બોટ સહિ સલામત હોવાનો સંદેશ મળેલ છે. બોટનું એન્જીિન બંધ થયેલ છે પરંતુ તમામ ખલાસીઓ સહિ સલામતહોવાનું જણાવેલ અને બોટનાં માલીકે બીજી બોટ રવાના કરી છે. તેઓએ કલેકટર, નાયબ કલેકટર, રાજકીય આગેવાનો અને પત્રકાર મિત્રોનો બોટને શોધવામાં મદદરૂપ થવા બદલ આભાર માનેલ છે અને બોટ મળી આવતા ખૂશી વ્યકત કરી હતી.
Recent Comments