અમરેલી

જાફરાબાદ તાલુકામાં તાલુકા કક્ષાના ‘ ગણિત વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન – 2022/23 ‘ ની અનોખી ઉજવણી.

જાફરાબાદ તાલુકામાં તાલુકા કક્ષાનું ‘ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ‘ મોડેલ સ્કૂલ- જાફરાબાદ મુકામે યોજાયેલ…જેમાં મુખ્ય થીમ ‘ ટેકનોલોજી અને રમકડાં ‘ અંતર્ગત મુખ્ય પાંચ વિભાગમાં 30થી વધારે કૃતિઓ બાળ વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવેલ.. શુભારંભ લત્તાબેન ઉપાધ્યાય – DEO અમરેલી, ભિમસિંહ બારડ, TPEO જાફરાબાદ, ડૉ. સુરેશભાઈ ઢીલા , પ્રાચાર્યશ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરીના મેનેજર આનંદભાઈ પાઠકની વિશેષ ઉપસ્થિતિ દ્વારા કરવામાં આવેલ..આ કાર્યક્રમમાં વિવિધ શાળાના ગણિત વિજ્ઞાનના માર્ગદર્શક શિક્ષક પણ ઉપસ્થિત રહયા હતા ..આ ઉપરાંત જાફરાબાદ તાલુકાના વિવિધ હાઈસ્કૂલ માંથી ગણિત વિજ્ઞાનના 3 નિર્ણાયક શિક્ષક દ્વારા દરેક વિભાગમાંથી શ્રેષ્ઠ કૃતિ પસંદ કરવામાં આવેલ.

જેમાં શ્રી વારાહસ્વરૂપ પ્રા. શાળાની વિભાગ નંબર 1 અને 5 એમ બે વિભાગમાં કૃતિઓ પ્રથમ નંબર આવેલ. જેમાં વિભાગ નંબર 1 ની કૃતિ “RFID બેઝ અટેન્ડર્સ સિસ્ટમ” બાળ વૈજ્ઞાનિકો ભાલીયા કલ્પેશભાઈ સામતભાઈ તથા ભાલીયા હાર્દિક ભરતભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ જેમને માર્ગદર્શન શિક્ષકશ્રી લખનભાઇ જાની પૂરું પાડેલ તથા વિભાગ નંબર 5ની કૃતિ “સંયુક્ત કામનો દર શોધવાનું સરળ યંત્ર” બાળ વૈજ્ઞાનિકો મકવાણા હંસાબેન દળુભાઈ તથા ચાવડા કાજલ જીવનભાઈએ તૈયાર કરેલ જેમને માર્ગદર્શન શિક્ષકશ્રી રાજેશભાઈ જોશીએ પૂરું પાડેલ. આ સમગ્ર પ્રદર્શનમાં દરેક વિભાગમાં ભાગ લેનાર તમામ બાળકોને શિલ્ડ , પ્રમાણપત્ર તથા શૈક્ષણીક કીટ આપી બાળ વૈજ્ઞાનિકને સન્માનિત કરેલ. આ સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન BRCશ્રી ડૉ. હરદસભાઈ ગલચર દ્વારા જાફરાબાદ તાલુકાના તમામ CRC શ્રીઓના સંકલન દ્વારા કરવામાં આવેલ.

Related Posts