fbpx
અમરેલી

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૧૫૦ કિ.રૂ.૬૭,૭૮૫/- ની હેરફેર કરતા વાહનસહિત કુલ કિં.રૂ.૩,૬૭,૭૮૫/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલીએલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઈ કાલ તા.૨૬/૧૦/૨૦૨૩ નાં રોજ જાફરાબાદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, લુણસાપુર ગામે રહેતો હરેશ રામકુભાઈ ધાખડા પોતાની સ્વીફટ કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી બાબરકોટ ગામ તરફથી વારાહસ્વરૂપ ગામ તરફ આવે છે. જે બાતમી આધારે વોચમાં હોય તે દરમિયાન હકિકત વાળી સ્વીફટ કાર આવતા જેને રોકવા પ્રયાસ કરતા, મજકુર આરોપી પોતાની કાર ઉભી નહી રાખી કાર લઇ ભાગતા, કારનો પીછો કરી, કાર રોકવા પ્રયાસ કરતા મજકુર આરોપી સ્વીફટ કાર રોડ ઉપર મુકી નાશી ગયેલ, જે કારમાં જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવેલ જે પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા વાહન સહિતનો મુદ્દામાલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડવાના બાકી આરોપીઃ-

હરેશ રામકુભાઈ ધાખડા, રહે.લુણસાપુર, તા.જાફરાબાદ જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલઃ-

ભારતીય બનાવટની વિદેશી દારૂની ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ – ૮૧ કિ.રૂ.૩૬,૦૪૫/- તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની ૮ પી.એમ. સ્પેશ્યલ રેર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ -૬૯ કિ.રૂ.૩૧,૭૪૦/- મળી કુલ બોટલ નંગ – ૧૫૦ – કુલ કિ.રૂ.૬૭,૭૮૫/- તથા એક મારૂતિ સુઝુકી સ્વીફટ કાર રજી.નંબર જી.જે.૦૧.કે.એકસ.૯૦૬૮ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૬૭,૭૮૫/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, તથા પો કોન્સ. વીનુભાઇ બારૈયા, યુવરાજસિંહ વાળા, લીલેશભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts