fbpx
અમરેલી

જાફરાબાદ વિસ્તારમાં મંદિરોમાં ચોરી કરતા ઇસમને કુલ કિં.રૂ.૩૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે – પકડી પાડી, ઘરફોડ ચોરીના બે ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગુન્હાની વિગતઃ-

(૧) ગઇ તા.૧૭/૦૭/૨૦૨૩ ના રોજ જાફરાબાદ, લાઇટ હાઉસ પાસે, દરીયા કિનારે આવેલ સિકોતર માતાજીના મંદિરમાં દિવસ દરમિયાન કોઇ અજાણ્યો ચોર ઇસમ ગેરકાયદેસર પ્રવેશ કરી, મંદિરની દાન પેટીનું તાળુ તોડી રોકડ રૂ.૩૦૦૦/- તથા બાજુમાં આવેલ ભુતડાદાદાના મંદિરમાં રાખેલ દાનપેટનું તાળુ તોડી રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૪,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે અંગે વિક્રમભાઇ પુનાભાઇ સોલંકી, ઉ.વ.૪૦, રહે.જાફરાબાદ વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરીયાદ આપતા જાફરાબાદ મરીન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૨૨૩
૦ ૧૩૫/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૪ મુજબનો ગુનો રજી. થયેલ.

૨) ગઇ તા.૨૨/૦૭/૨૦૨૩ નાં રોજ જાફરાબાદ તાલુકાના મીતીયાળા ગામે, વાંઢ ગામના પાટીયા પાસે આવેલ શ્રી ઇન હોટલના મેદાનમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં કોઇ અજાણ્યો ચોર ઇસમ મોટર સાયકલ લઇ આવી, મંદિરમાં રાખેલ દાન પેટી જેમાં આશરે રૂ. ૧૦,૦૦૦/- હોય તે દાનપેટીની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે અંગે ચંદુભાઇ કાદુભાઇ શીયાળ, ઉ.વ.૫૯, રહે.જાફરાબાદ વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરીયાદ આપતા જાફરાબાદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૪૨૩૦૩૧૧/૨૦૨૩આઇ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૪ મુજબનો ગુનો રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનર્કીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ કાલ તા.૨૫/૦૭/૨૦૨૩ નાં રોજ જાફરાબાદ ટાઉન તથા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે જાફરાબાદ, સામાકાંઠા વિસ્તારમાંથી એક ઇસમને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા મળી આવતા, પકડાયેલ ઇસમની સઘન પુછ પરછ કરતા તેઓએ ઉપરોકત ચોરીઓની કબુલાત આપતા, તેઓને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

પંકજ સુરેશભાઇ બાંભણીયા, ઉ.વ.૩૨, રહે, નવાબંદર, પ્રાથમિક શાળાની પાછળ, તા.ઉના, જિ.ગીર સોમનાથ હાલ રહે. જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા. જાફરાબાદ, જિ.અમરેલી,

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

રોકડા રૂ.૮,૦૦૦/- તથા એક વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/- તથા એક હીરો પેશન પ્રો. મોટર સાયકલ રજી. નં. જીજે.૩૨,એમ.૪૧૩૧ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિં. રૂ.૩૩,૦૦૦/- નો મુદ્દામાલ.

>પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસની વિગતઃ- પકડાયેલ આરોપી વિરૂધ્ધ નીચે મુજબનો ગુના રજી. થયેલ છે.

(૧) જાફરાબાદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૪૨૨૦૩૧૩/૨૦૨૨, એમ. વી. એકટ કલમ ૧૮૫ મુજબ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઈ. બહાદુરભાઈ વાળા, તથા પો.કોન્સ. લીલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા, વિનુભાઇ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts