અમરેલી

મુખ્યમંત્રી અસ્મિતા યોજના હેઠળ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતો માં ભુરખિયા પ્રથમ નંબરે પસંદગી પામ્યું

દામનગર ના ભુરખિયા ગ્રામ પંચાયત મુખ્યમંત્રી અસ્મિતા યોજના હેઠળ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતો માં લાઠી તાલુકા માં ભુરખિયા ગામ પ્રથમ નંબરે આવ્યું ગુજરાત સરકારની મુખ્યમંત્રી અસ્મિતા યોજના શ્રેષ્ઠ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતોમાં લાઠી તાલુકાના ત્રણ ગામ પ્રથમ ૧.ભુરખિયા ૨.શાખપુર ૩.મતિરાળા ની પસંદગી પામ્યા તેમાં ભુરખિયા ગામનો પ્રથમ નંબરે શ્રેષ્ઠ ગુણો મેળવેલ છે જે બદલ ભુરખિયા ગ્રામજનો દ્વારા સરપંચ કેલાસબેન રમેશભાઈ બારડ નો ખુબ ખુબ આભાર માન્ય હતો મુખ્ય મંત્રી અસ્મિતા યોજના હેઠળ અનેક પ્રકાર ની કામગીરી ઓના મૂલ્યાંકન બાદ લાઠી તાલુકા ના ત્રણ ગામો પ્રથમ ભુરખિયા દ્વિતીય  શાખપુર અને ત્રિતીય મતિરાળા ગામો ની મુખ્ય મંત્રી અસ્મિતા યોજના હેઠળ પસંદગી પામ્યા છે અનેક પ્રકાર ના સર્વે પારદર્શી પ્રમાણિક વહીવટ સરળી કરણ ઝડપી કાર્ય નિકાલ પાયા ની સુવિધા ઓ સહિત ના માપદંડ માં જાગૃત સરપંચ કેલાસબેન બારડ ની મહેનત રંગ લાવતા સમગ્ર પંથક માં સરપંચ ને અભિનંદન પાઠવી શુભેચ્છા વ્યક્ત કરાય રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સરપંચ ના પતિ રમેશભાઈ બારડે પૂર્વે શ્રી ભુરખિયા હનુમાનજી સમક્ષ દિવેલીયું ઉપાડી પ્રમાણિકતા ની પ્રતિજ્ઞા લેતા સમગ્ર રાજ્ય માં નોંધ લેવાય હતી પારદર્શી વહીવટ ના હિમાયતી ક્ષત્રિય અગ્રણી બારડ પરિવાર ને સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ શુભેચ્છા પાઠવી હતી

Related Posts