જામનગર તાલુકાના ઠેબા ગામે રહેતા ખેડૂત પિતા-પુત્ર એ પોતાની સુવરડા ગામ વિસ્તારમાં આવેલી વાડીએ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સનસનાટી મચી છે. આ બનાવમાં પિતાનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવાનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જામનગર પંથકમાં ફેલાવનાર બનાવવાની પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના કાલાવડ રોડ પર આવેલા ઠેબા ગામે રહેતા ગણેશભાઇ ભનાભાઇ સંઘાણી ઉ.૭૦ અને તેના પુત્ર હર્ષદભાઈએ પોતાની સુવરડા ગામની સીમમાં આવેલ વાડીએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પિતા-પુત્ર એક સાથે ઝરી દવા પી લીધી છે. આ બનાવની જાણ થતા તેમના પરિવારજનોએ બંનેને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સારવાર હેઠળ વૃદ્ધ પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પુત્રને સારવાર હેઠળ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. કયા કારણોસર પિતા-પુત્રએ આ પગલું ભર્યું છે તેની હજુ સુધી વિગતો જાહેર થઈ નથી. પોલીસે ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી તેમના પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવના પગલે પટેલ પરિવાર સહિત નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Recent Comments