સૌરાષ્ટ - કચ્છ

જામનગરની કોર્ટમાં દિવાની-ફોજદારીના કેસોનું સમાધાનથી કરાશે નિકાલ, લોક અદાલતનો લાભ લેવા અપિલ કરાઈ

જામનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં આવેલી જિલ્લા ન્યાયાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી.જી.ત્રિવેદી, મેમ્બર સેક્રેટરી આર.એ.ત્રિવેદી, પ્રિન્સિપલ જજ એમ.એસ.સોની, એડીશનલ જજ એમ.આર. ચૌધરી, સરકારી વકીલ જમન ભંડેરી અને બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી નેશનલ લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલત કાર્યક્રમમાં ન્યાયાધીશો અને વકીલમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, જામનગર તથા જામનગર બાર એસોસીએશનના સહકારથી આજે દિવાની તેમજ ફોજદારી કેસોના સમાધાનથી નિકાલ કરવા માટે જિલ્લા અને સત્ર ન્યાયલય જામનગર ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ છે. જેમાં ૮૨૦૦ થી પણ વધુ કેસોનું સમાધાનથી નિકાલ કરવામાં આવશે અને આ નેશનલ લોક અદાલતનો લાભ લેવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

Related Posts