જામનગરમાં યુવકની હત્યામાં પહેલા કારથી ટક્કર માર્યા બાદ છરી વડે હુમલો કર્યો હતો
જામનગરની ભાગોળે આવેલ ઠેબા ચોકડી પાસે રવિવારે ક્ષત્રિય યુવાનની ગળું વાઢી કરપીણ હત્યા નીપજાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સસ્પેન્ડેડ પોલીસકર્મી અને તેના ભાઈએ આ વારદાતને અંજામ આપતા પંચકોશી બી ડીવીજન પોલીસની સાથે એલસીબી, એસઓજી પોલીસ પણ તપાસમાં જાેતરાઈ છે અને હત્યા નીપજાવી નાશી ગયેલ આરોપીઓ સુધી પહોચવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ હત્યાનું કાવતરું રચી વારદાતને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષે રેતીના ડમ્ફરનો ધંધો હોવાથી ડ્રાઈવરોની અદલાબદલીના મુદ્દે મનદુઃખ થતા લોહી રેડાયું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
રવિવારે સાંજે છ વાગ્યાના સુમારે જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલ ગોકુલ વે બ્રીઝ પાસે પોતાનું એકટીવા પાર્ક કરી યુવરાજસિંહ જાડેજા તેના મિત્ર ગીરીરાજસિંહ જાડેજા. પ્રદીપસિંહ તેમજ વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા સાથે વાતચીત કરતા હતા. ત્યારે જ આરોપી એવા સસ્પેન્ડ પોલીસકર્મી ઈશ્વરસિંહ સતુભા જાડેજા કાર સાથે આવી પહોચ્યો હતો. આરોપી ઇશ્ર્વરસિંહ પોતાની જીજે ૧૦ ડીએ ૦૦૫૬ નંબરની કાર યુવરાજસિંહ જે ખુરસીમાં બેઠા હતા તેની સાથે અથડાવી હતી. જેને લઈને મૃતક યુવરાજસિંહ કાર નજીક ગયા હતા. પોતાની નજીક આવેલ યુવાનને જાેઈ આરોપી ઇશ્ર્વરસિંહએ પોતાની ગાડીમા રહેલ છરી કાઢી, છરીનો એક ઘા યુવરાજસિંહના ગળાના ભાગે હુલાવી, ગળું વાઢી નાખી કરપીણ હત્યા નીપજાવી હતી.
આ બનાવના પગલે બંને મિત્રો સાથે રહેલ આરોપી વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજાએ પણ વચ્ચે આવી ગીરીરાજસિંહ તથા પ્રદીપસિંહ સાથે મારામારી ઝપાઝપી કરી હતી. જયારે વચ્ચે પડેલ પ્રદીપસિંહને આરોપી ઇશ્રવરસિંહએ જાનથી મારી નાંખવો છે તેમ કહી પોતાના હાથમાં રહેલ છરી વડે માથાના ભાગે પ્રહાર કરી પતાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પ્રદીપ પોતે પોતાના હાથથી બચાવ કરી પાછળ હટી જતા બચાવ થયો હતો. જયારે ગીરીરાજસિંહને પણ મારી નાખવા ઈરાદે છરીનો ઘા કર્યો હતો. જાે કે ગીરીરાજસિંહે પોતાનો બચાવ કર્યો હતો પરંતુ છરી જમણા હાથના કાંડામા વાગી હતી. ત્યારબાદ બને આરોપીઓઓ કાર સાથે નાશી ગયા હતા.
આ બનાવના પગલે એસપી દીપન ભદ્રન, ડીવાયએસપી કૃણાલ દેસાઈ, એલસીબી અને એસઓજી તેમજ પંચકોસી બી ડીવીજન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. મૃતક હાલ જામનગરમાં ગ્રીનસીટી વિસ્તારમાં રહેતા હતા તેઓ મુળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાતેલ ગામના હતા. જેને લઇને રાજ્ય મંત્રી હકુભા જાડેજા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.
આ બનાવ અંગે હાથના ભાગે ઘવાયેલ મૃતકના મિત્ર ગીરીરાજસિંહે આરોપી ઈશ્વરસિંહ સતુભા જાડેજા અને વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા સામે પંચકોશી બી ડીવીજનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પંચકોશી બી ડીવીજનની સાથે એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો આરોપીઓના સગળ મેળવવા લાગી ગયો હતો. ફરિયાદમાં હત્યા ઉપરાંત કાવતરાની કલમ પણ લાગુ કરાઈ છે. કારણકે વારદાત પૂર્વે જ આગાઉથી પ્લાન મુજબ આરોપી વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા બંને મિત્રોની સાથે ગોઠવાઈ ગયો હતો ત્યારબાદ કાર સાથે જેવો આરોપી આવ્યો કે વીરભદ્ર તેની સાથે ભળી ગયો હતો.
બંને આરોપીઓ અને મૃતક રેતીના ડમ્પરનો ધંધો કરે છે. આ ધંધા દરમિયાન અવાર-નવાર એકબીજાના ડમ્પરના ડ્રાઇવરો અદલા બદલી થતી હતી જેને લઈને બંને તરફે લાંબા સમયથી રકઝક ચાલતી હતી. આ ઉપરાંત મૃતકના મિત્ર અને ઘટના સમયે હાજર પ્રદિપસિંહ સોઢાનુ આરોપી ઇશ્ર્વરસિંહ સતુભા જાડેજાના મહેતાજી જયપાલસિંહ બળવંતસિંહ ચુડાસમાએ એકાદ વર્ષ પહેલા પાકીટ લઇ લીધું હતું. આ બાબતે પ્રદિપસિંહએ ઠપકો આપી થપ્પડો મારી ગાળો આપી હતી. જે તે સમયે વચ્ચે આવેલ ઈશ્વરસિંહ સામે પણ પ્રદીપસિંહે વાણીવિલાસ કર્યો હતો. આ બાબતના મનદુખના કારણે આરોપી ઈશ્વરસિંહ પ્રદીપસિંહના ઘરે જઈ મૃતક, પ્રદીપસિંહ તથા ગીરીરાજસિંહના ઘરે જઈ મારી નાખવાની ધમકી આપી હતી.
આ ત્રણેય મિત્રો દરરોજ ઠેબા ચોકડી બેસતા હોવાની જાણ થતા બંને આરોપી બંધુઓએ હત્યાનું કાવતરું રચ્યું હતું. જે મુજબ આરોપી ઈશ્વરસિંહે અગાઉથી જ તેના ભાઈને આરોપીઓ સાથે હાજર રખાવી દીધો હતો ત્યારબાદ તે કાર સાથે ઠેબા ચોકડી પહોચ્યો હતો અને બંને ભાઈઓએ વારદાતને અંજામ આપ્યો હતો.
સસ્પેન્ડેડ પોલીસકર્મીએ યુવરાજસિંહનું ગળું વાઢી હત્યા નિપજાવ્યા બાદ પ્રદીપસિંહનું ગળું વાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમયસંજાેગે આ યુવાને મોઢું ફેરવી લેતા તેઓનો આબાદ બચાવ થયો હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.
Recent Comments