જામનગરમાં રેલ્વે ટ્રેક પર યુવકોને ફોટોગ્રાફી કરવાનું ભારે પડ્યું
સોશ્યલ મીડીયાનો ક્રેઝ દિવસે દિવસે બેફામ રીતે વધી રહ્યો છે, સેલ્ફી લેવા જતા મૃત્યુના બનાવો નોંધાયા હોવાના દાખલો બહાર આવી ચૂક્યા છે, ઘણી વખત વિચિત્ર સ્થળો અને જાેખમી જગ્યાએ લોકો ફોટા પડાવવા માટે જતા હોય છે, જાે કે આવા સ્થળોએ ફોટોગ્રાફી મોંઘી પડે શકે છે, માટે સાવચેતી રાખવી જરી છે, આવી જ એક ઘટના સોશ્યલ મીડીયામાં વાયરલ થઇ છે, જેમાં જામનગર સાંઢીયા પુલ પાસે રેલ્વે ટ્રેક પર ફોટોગ્રાફી કરતી વેળાએ અચાનક ટ્રેન આવી જતાં ટ્રેક પર સ્કુટી મુકીને યુવકો ભાગી છુટતા મહામુસીબતે બચાવ થયો હતો.
સોશ્યલ મીડીયા પર ઘટનાઓ, મારામારી, વાહન ચોરી સહિતના બનાવોના વિડીયો વાયરલ થતાં રહે છે, ગઇકાલે યુવતિને ચંપલવાળી ક્યર્નિો વિડીયો વાયરલ થતો હતો, અગાઉ સર્મપણ રોડ પર રીક્ષા અકસ્માતનો વિડીયો વાયરલ થયો હતો, આ રીતે વિડીયો વાયરલ થતા રહે છે, ગઇકાલે મોડી સાંજે રેલ્વે ટ્રેક પર ફોટોગ્રાફીનો વિડીયો વાયરલ થયો હતો, જેની વિગત જાેઇએ તો જામનગરના સાંઢીયા પુલ નજીક રેલ્વે ટ્રેક પર બે યુવાનો ફોટોગ્રાફી કરવા પહોંચ્યા હતા.
યુવાન દ્વારા ટ્રેક પર સ્કુટી રાખવામાં આવી હતી અને ફોટોગ્રાફી કરતા હતા, એ વખતે અચાનક ટ્રેન આવી જતાં યુવાન મુશ્કેલીમાં મુકાયો હતો, ટ્રેક પરથી સ્કુટી હટાવી નહીં શકે, ટ્રેન આવી જતાં સ્કુટીને હડફેટી લીધી હતી, જાે કે યુવાન સમય સૂચકતા વાપરીને ટ્રેકની બહાર નીકળી જતાં બચાવ થયો હતો. તાજેતરમાં ફોટોગ્રાફી અને સોશ્યલ મીડીયાને લઇને લોકોના અખતરા જીવને જાેખમે મૂકી શકે છે, માટે સાવચેતી રાખવી જરી છે.
Recent Comments