ગુજરાત

જામનગરમાં સજાેડે ઝેરી દવા પી પ્રેમી યુગલનો આપઘાત

જામનગરની બેડી મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જ્યાં એક યુવક અને યુવતીના મૃતદેહ પડ્યા હતા, જેની બાજુમાં એક ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજાે સંભાળ્યો હતો અને ઊંડાણપૂર્વકની તપાસ કરતા બંનેની ઓળખ થઈ ગઈ હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવકનું નામ વિનોદ ભરતભાઈ સારિયા (ઉં.વ.૨૬) અને જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતો હોવાનું અને છૂટક મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે મૃતક યુવતિ નું નામ હેતલ અનિલભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨) અને મહુવા તાલુકાના કતપર ગામની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવાન વિનોદભાઈ ના પિતા ભરતભાઈ પાંચાભાઇ સારીયા કે જેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોતાના પુત્રના મૃતદેહ ને ઓળખી બતાવ્યો હતો. આ વેળાએ મૃતકના પરિવારજનો તથા અન્ય લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. પોલીસે બંને મૃતદેહોનો કબજાે સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. હેતલબેનના પરિવારજના એ તેના લગ્ન બે મહિના પહેલાં જ કતપર ગામમાં કરાવી દીધા હતા.

ત્યારબાદ હેતલ પોતાનું ઘર છોડીને જામનગર આવી ગઈ હતી, અને અથવા તો વિભાપર ગામની સીમ વિસ્તારમાં પોતે સાથે રહી શકે એમ ન હોવાથી સાથે જિંદગીનો અંત લાવવાના મનસુબા સાથે સજાેડે ઝેરી દવા પી લઈ મોતને મીઠું કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. પરંતુ પ્રેમિકા હેતલ ના આજથી બે મહિના પહેલા અન્યત્ર લગ્ન થઈ જતા પ્રેમમાં નિષ્ફળ જવાના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું. વિનોદભાઈ તથા હેતલબેન વચ્ચે છેલ્લા ચારેક માસથી પ્રેમ સંબંધ હતો અને એકબીજાના દૂરના કુટંબીઓ હોવાથી મળતા પણ હતા, અને બંનેને એકબીજા સાથે જીવન વિતાવું હતું. પરંતુ તેમના આ પ્રેમને સમાજ સ્વીકારશે નહીં તેમ માનીને સજાેડે આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જામનગરની ભાગોળે આવેલા વિભાપર ગામના સીમ વિસ્તારમાં પરિણિત પ્રેમીકા અને તેના અપરિણિત પ્રેમીએ સજાેડે ઝેર ગટગટવી મોતની સોડ તાણી લીધાની ઘટનાથી ચકચાર જાગી છે. જામનગરના યુવક અને મહુવાના કતપર ગામની પરણીત યુવતિ વચ્ચે પ્રેમ સંબંધ સફળ નહીં થતાં આખરે જિંદગીથી હારી જઈ સજાેડે આપઘાત કરી લીધાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ભારે અરેરાટી ફેલાઈ છે. જામનગર નજીક વિભાપર ગામની સીમ વિસ્તારમાં યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતાં દોડધામ મચી જવા પામી હતી.

Related Posts