ગુજરાત

જામનગર-ખંભાળિયા હાઈવે પર કાર પલ્ટી જતાં બે બાળકોના મૃત્યુ થયા

ખંભાળીયા-જામનગર હાઇવે પર આવેલ દાતા ગામના પાટિયા પાસે સ્વીફટ કારમાં એસઆરપી કેમ્પમાં ડ્રાઈવર કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા અજયસિંહ આર. ઝાલા, તેમના પત્ની મયુરીબા ઝાલા, નિરાલીબા જાડેજા, સોનાલીબા વાળા, ગિરીરાજસિંહ વાળા, દિવ્યરાજસિંહ ઝાલા અને હરદીપસિંહ વાળા કારમાં જતા હતા ત્યારે દાતાની ગોળાઈ પાસે અચાનક સ્વીફ્ટ કારનું ટાયર ફાટતા કાર રોડની નીચે ઉતરી જતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી.

જેમાં સવાર બે નાના બાળકો સહિત છ લોકોને ઇજા થઇ હતી. આ બનાવની જાણ ૧૦૮ને થતા ખંભાળીયા અને જાખર પાટિયા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજા ગ્રસ્તોને ખંભાળીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમની હાલત વધુ ગંભીર ગણાતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં બે બાળકો દિવ્યરાજસિંહ ઝાલા અને હરદીપસિંહ વાળાનું મૃત્યુ થતા પરિવાર પર ભારે વજ્રઘાત થયો હતો અને ચોતરફે ગમગીનીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

જામનગર-ખંભાળિયા હાઈવે દાતા ગામના પાટિયા પાસે એક કારનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં કાર પલટી ગઈ હતી જેમાં ૭ લોકોને નાની મોટી ઈજા થતા તમામને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલખમાં ખસેડવામાં આવ્યા હતા જ઼યાં બે બાળકોના મૃત્યુ થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

Follow Me:

Related Posts