ગુજરાત

જામનગર ચંગા ગામના નજીક અકસ્માતમાં બોલેરો ચાલકને ગુપ્ત ભાગમાં પતરૂં વાગતાં ઘટના સ્થળે મોત થયું

જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે આવેલા એક કારખાનામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, બોલેરો ચાલક પોતાનો પગ જમીન પર રાખીને વાહન રિવર્સમાં લેવા જતાં અકસ્માતે બોલેરોનું પતરૂં તેના ગુપ્ત ભાગમાં લાગવાથી ગંભીર ઇજા થઈ હોવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાંમાં ખોડીયાર નગરમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો

બ્રિજેશ મંગાભાઈ નામનો ૩૮ વર્ષનો ભરવાડ યુવાન, કે જે ગઈકાલે ચંગા ગામના પાટીયા પાસે આવેલા નર્મદેશ નામના કારખાનામાં બોલેરોમાં માલ સામાન ભરીને રિવર્સમાં લેવડાવી રહ્યો હતો, જે દરમિયાન તેણે પોતાનો એક પગ નીચે રાખ્યો હતો, અને બોલેરોને રિવર્સમાં લેવાનો પ્રયત્ન કરતાં એકાએક બોલેરોનું પતરૂં તેના ગુપ્ત ભાગમાં ખૂપી ગયું હતું, અને ગંભીર ઇજા થવાથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ રામજીભાઈ મંગાભાઈ ભરવાડે પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજાે સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts