જામનગર જિલ્લાના લાલપુરમાં નવરાત્રિની પ્રથમ રાત્રે દિયરે ભાભીને મોતને ઘાટ ઉતારી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના જાખર ગામમાં નવરાત્રીની પ્રથમ રાત્રે અઘતીટ બનાવ બન્યો છે. દિયર-ભાભી સાથેના આડા સંબંધો પછી ભાભી ફરીથી દિયરને વશ નહીં થતાં ઉશ્કેરાટમાં આવી જઇ પથ્થરના ઘા ઝીંકી ભાભીનું કાસળ કાઢી નાખ્યું. જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના જાખર ગામમાં નવરાત્રીની પ્રથમ રાત્રે અઘતીટ બનાવ બન્યો છે. એક યુવાને અનૈતિક સંબંધોમાં પોતાની ભાભીની હત્યા કર્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ભાભી સાથે અનૈતિક સંબંધો રાખ્યા પછી પતિને જાણ થઈ જતાં ત્યારથી દૂર રહેવા લાગી હતી,
જે પસંદ નહીં પડતાં તાબે નહીં થનાર ભાભીનું કાસળ કાઢી નાખ્યાનું સામે આવ્યું છે, અને મેઘપર પોલીસ મથકમાં હત્યા અંગેનો અપરાધ નોંધાયો છે. આ બનાવ ની વિગત એવી છે કે લાલપુર તાલુકા ના જાખર ગામમાં સોસાયટી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા નામના ૩૬ વર્ષના રાજપૂત યુવાને પોતાની નાનાભાઈ વિજયસિંહ પ્રેમસંગજી સોઢા સામે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે હત્યા અંગેનો અપરાધનો નોંધ્યો છે, અને આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.
પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પત્ની રીનાબા સાથે અગાઉ આરોપી વિજયસિંહ કે ફરિયાદીનો નાનો ભાઈ થાય છે, તેની સાથે આડા સંબંધો હતા. તેની ફરિયાદી બળવંતસિંહને જાણકારી મળી જતાં તેણે બંનેને ઠપકો આપ્યો હતો, અને પત્ની રીનાબાએ ફરીથી આવું નહીં થાય એવું સ્વીકારી લીધું હતું. પરંતુ તેણીનો દિયર વિજયસિંહ તેને ફરી કાબુમાં લેવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ રીનાબા તેને તાબે નહીં થતાં ગઈકાલે નવરાત્રીની પ્રથમ રાત્રે વિજયસિંહ ઉશ્કેરાયો હતો અને ભાભી રીનાબાના મોઢા પર પથ્થરના એકથી વધુ ઘા જીકી દઈ હત્યા કરી નાખી હતી, અને તેણીનું મૃત્યુ નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલ અને તેઓની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે. નાના એવા જાખર ગામમાં હત્યાની આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.
Recent Comments