જાેટાણામાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર ઉપર હુમલો કરીને યુવતીનું કર્યું અપહરણ
પ્રેમ લગ્ન કરનાર યુવક ના પરિવાર ઉપર હુમલો કરીને યુવતીનું તેના પરિવારજનો અપહરણ કરી ગયા હોવાની સામે પક્ષે સમાધાન માટે ગયેલા યુવતીના પરિવારજનોને યુવક તેની માતાએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે પોલીસે બંને પક્ષે ત્રણ મહિલાઓ સહિત આઠ જણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. જાેટાણા ગામે પ્રજાપતિ વાસમાં રહેતો મેહુલ રમેશભાઈ પ્રજાપતિ નામનો ૨૫ વર્ષનો યુવાન સરકારી નોકરી માટે તૈયારીઓ કરી રહ્યો છે અને ત્રણ મહિના પહેલા તેમના મહોલ્લા ની નજીક રબારી કોલોનીમાં રહેતા પટેલ કિર્તીભાઈ ની દીકરી અનીશા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા દરમિયાન છ ડિસેમ્બરના રોજ મેહુલ ના ઘરે તેના કોર્ટ મેરેજ થી નારાજ અનીશા ના માતા પિતા અને કુટુંબીજનો એ તેમના ઘરે આવીને ચર્ચા શરૂ કરી હતી જેમાં અનીશા એ પોતાના મા બાપ પાસે પરત જવાની ના પાડી હતી.
ત્યારે ચર્ચામાં કંઈ ઠેકાણું ના પડતા આગેવાનો ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ સાંજના સુમારે અનીશાના નાના ડાહયાભાઈ તેમના દીકરા ગૌતમભાઈ, જયેશભાઈ અને અનિસાના પપ્પા કિર્તીભાઈ અને તેની મમ્મી શિલ્પાબેન તેમજ ડાહયાભાઈ ના પત્ની મેહુલના ઘર આગળ આવ્યા હતા અને તેને ઘરમાંથી બહાર કાઢી માર માર્યો હતો.ત્યારે વચ્ચે છોડાવવા પડેલા તેમના મમ્મી પપ્પાને પણ બધાએ ભેગા થઈને માર્યા હતા તે દરમિયાન અનિશા ને ઘસેડીને લઈ ત્યાંથી જતા રહેલા અને મેહુલ અને તેના પરિવારજનો એ ડરના માર્યા ઘરનો દરવાજાે બંધ કરી દીધો હતો ઇજાગ્રસ્ત મેહુલ અને તેના માતા પિતાને ૧૦૮ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમણે અનીશાના માતા પિતા સહિત છ જણા સામે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામે પક્ષે મૂળ કટોસણના અને હાલ જાેટાણા ખાતે રહેતા શિલ્પાબેન કિર્તીભાઈ પટેલ કોર્ટ મેરેજ કરનાર પોતાની દીકરી અનિશા ને પાછી લાવવા તેમજ સમાધાન કરવા માટે મેહુલ પ્રજાપતિ ના ઘરે ગયા હતા ત્યારે તેમને બહાર બોલાવવા બૂમ પાડતા ઘરમાંથી અનીશા અને મેહુલ બંને બહાર આવેલા તે સમયે મેહુલે ગાળો બોલીને તેમના મોટાભાઈ ગૌતમભાઈ અને માતા લીલાબેન ને ધોકા થી માર માર્યો હતો જેને લઈ ગૌતમભાઈ ને માથાના ભાગે ઈજા થતાં જાેટાણા સરકારી દવાખાને સારવાર કરાવીને હુમલો કરનાર મેહુલ અને તેની માતા સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે બંને પક્ષે ગુનો નોંધી બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
Recent Comments