જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ અંતર્ગત પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી માટે તા. ૨૭ માર્ચ થી તા.૦૩ એપ્રિલ સુધી અમરેલી અને કડિયાળી ખાતે જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટ યોજાશે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત અમરેલી જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી માટે જિલ્લામાં બે સ્થળે (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, અમરેલી (તા.૨૭ માર્ચ, ૨૦૨૪ થી તા.૩ એપ્રિલ, ૨૦૨૪ સુધી) અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કડિયાળી તા. જાફરાબાદ (તા.૩૦ માર્ચ થી તા.૩ એપ્રિલ, ૨૦૨૪)) તા. ૨૭ માર્ચથી ૦૩ એપ્રિલ, ૨૦૨૪ દરમિયાન સવારે ૭ વાગ્યાથી જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટ યોજાશે.
જેમાં ખેલ મહાકુંભ ૨.૦માં પસંદગી પામ્યા હોય, ઓનલાઈન રજિસ્ટ્રેશન થયું હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ સ્પોર્ટસ સ્ટાફ દ્વારા જે શાળાઓની વિઝિટ કરીને પસંદ કરવામાં આવી હોય તે પ્રથમ, દ્વિત્તિય અને તૃતિય સ્થાન મેળવ્યું હોય તેવા વિદ્યાર્થીઓ તથા તાલુકા કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં પસંદગી પામ્યા હોય તેવા ખેલાડીઓ અને ઓનલાઇન રજિસ્ટ્રેશન થયું હોય તેવા ખેલાડીઓ જ જિલ્લા કક્ષાની આ બેટરી ટેસ્ટમાં ભાગ લઈ શકશે. અન્ય વિદ્યાર્થીઓ આ બેટરી ટેસ્ટ આપી શકશે નહિ, તેની તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ચિતલ રોડ, ગોળ દવાખાનાની બાજુમાં,અમરેલી ખાતે તા. ૨૭.૦૩.૨૦૨૪ થી ૦૩.૦૪.૨૦૨૪ સુધી સમય સવારે ૭ વાગ્યાથી બેટરી ટેસ્ટ યોજાશે. અમરેલી ખાતે યોજાનાર બેટરી ટેસ્ટ આપવા માટે અમરેલી, બાબરા, કુંકાવાવ-વડીયા, લીલીયા, બગસરા, ધારી અને લાઠી તાલુકાઓનો સમાવેશ થાય છે. અમરેલી તાલુકાના કન્વીનર તરીકે ઓફિસ એક્ઝિક્યુટિવ શ્રી જીગ્નેશભાઈ સોલંકી મો. ૮૪૮૮૮ ૦૮૪૮૮, અને બાબરા, કુંકાવાવ-વડીયા, લીલીયા, બગસરા, ધારી અને લાઠી તાલુકાના કન્વીનર તરીકે કોચ શ્રી રવિભાઈ નાવડિયા મો. ૭૯૯૦૧ ૨૧૩૪૨ રહેશે.
જાફરાબાદ તાલુકાના કડીયાળી સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તા.૩૦.૦૩.૨૦૨૪ થી ૦૩.૦૪.૨૦૨૪ દરમિયાન સમય સવારે ૭ વાગ્યાથી બેટરી ટેસ્ટ યોજાશે. જેમા જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા અને ખાંભા તાલુકાઓનો સમાવેશ થાય છે. જાફરાબાદ તાલુકાના કન્વીનર તરીકે વ્યાયામ શિક્ષક શ્રી ભાવેશભાઈ વેકરિયા મો. ૯૮૯૮૪ ૨૪૩૦૦ અને રાજુલા, સાવરકુંડલા અને ખાંભા તાલુકાના કન્વીનર તરીકે અમરેલી ટીમ મેનેજર શ્રી દિગ્વિજયસિંહ મોરી મો. ૯૭૨૩૧ ૨૧૪૪૯ છે. વધુ વિગત માટે સરદાર પટેલ રમત સંકુલ, ગોળ દવાખાનાની બાજુમાં, ચિતલ રોડ, અમરેલીનો સંપર્ક (૦૨૭૯૨) ૨૨૧૯૬૧ પર સંપર્ક કરવા, અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે
Recent Comments