ભારતીય નિર્વાચન આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ખાનગી મુદ્રણાલયોના માલિકો-સંચાલકોને તથા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાઓએ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-૧૨૭(ક)ની જોગવાઈ અનુસાર ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, ચોપાનીયા કે અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશનના નામ, પૂરું સરનામુ તથા છાપવામાં આવેલા સાહિત્યની સંખ્યા સ્પષ્ટપણે અવશ્ય છાપવાની રહે છે.પ્રકાશક પાસેથી ચૂંટણીપંચના હુકમની જોગવાઈ મુજબનું એકરારનામું મુદ્રકે બે નકલમાં મેળવી લેવું. આ એકરારનામાની (તેમના પ્રતિનિધિએ મુદ્રણ કરેલ (છાપેલ દસ્તાવેજની)) ચાર નકલો સાથે નીચે સહી કરીને દિન-૨માં અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે. ચૂંટણીપંચના હુકમની જોગવાઈઓ અને ચૂંટણીપંચની આ અંગેની સૂચનાઓના કોઈપણ પ્રકારના ઉલ્લંઘનને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવશે. આવા કેસોમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મુદ્રણાલયનું લાયસન્સ/ રજિસ્ટ્રેશન રદ કરવા જેવા કડક પગલા લેવામાં આવશે જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી, તેમ અમરેલી અધિક જિલ્લા મેજસ્ટ્રેટશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
જિલ્લાના ખાનગી મુદ્રણાલયોના માલિકો-સંચાલકોને તથા ઝેરોક્ષકર્તાઓએચૂંટણી અંગેના સાહિત્ય બાબતેચૂંટણીપંચની જોગવાઈઓ અનુસરવી

Recent Comments